મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યુ કે, ગુજરાતના 2002 બિલકિસ બાનો કેસના દોષીતોને ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ છોડવામાં આવ્યું પરંતુ કોઈ ગુનાના આરોપીઓને સન્માનિત કરવા યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યને સાચુ ઠેરવી શકાય નહીં. ભંડારા જિલ્લામાં ત્રણ લોકો દ્વારા 35 વર્ષની એક મહિલાના કથિત યૌન શોષણની ઘટના પર રાજ્ય વિધાન પરિષદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ફડણવીસે કહ્યું કે ગૃહમાં બિલકિસ બાનોનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ. રાજ્યના ગૃહ મંત્રાલયનો પ્રભાર પણ સંભાળી રહેલા ફડણવીસે કહ્યું, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ જેલમાં 14 વર્ષ પસાર કર્યા બાદ છોડવામાં આવ્યા છે. ઉચ્ચ ન્યાયાલયના એક દાશે બાદ છોડવામાં આવ્યા પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે તો તે ખોટું છે. આરોપી તો આરોપી હોય છે અને આ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં. નોંધનીય છે કે બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષીતોને 15 ઓગસ્ટે છોડવામાં આવ્યાં હતા. ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ તેને સમય પહેલા છોડવાની મંજૂરી આપ્યા બાદ ગોધરાની જેલમાંથી બહાર આવનાર દોષીતોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં ગોધરા કાંડ બાદ થયેલા તોફાનો દરમિયાન 3 માર્ચ 2002ના દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રધિકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી દીધો હતો. તે સમયે બિલકિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. આરોપ છે કે બિલકિસ બાનોની સાથે તે સમયે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.