Home દેશ - NATIONAL ટોમેટો ફ્લુ વાઈરસથી સાવધાન રહેવા કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, જાણો વિગતવાર માહિતી

ટોમેટો ફ્લુ વાઈરસથી સાવધાન રહેવા કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, જાણો વિગતવાર માહિતી

27
0

દેશમાં આ સમયે (Tomato Flu) ટોમેટો ફ્લુના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બાળકોમાં આ બીમારીના વધુ કેસ જોવા મળી રહ્યાં છે. મામલાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં તે તમામ ગાઇડલાઇન જણાવવામાં આવી છે જેનું પાલન કરવું જરૂરી છે. સરકારે વિસ્તૃત રિપોર્ટ જારી કરી ટોમેટો ફ્લુના લક્ષણ અને તેની સારવારને લઈને પણ માહિતી આપી છે. ટોમેટો ફ્લુ એક વાયરલ બીમારી છે જેમાં શરીર પર ટામેટાના આકાર જેવા ફોલ્લા થાય છે. તેના મોટા ભાગના લક્ષણ બીજા વાયરલ ઇન્ફેક્શન જેવા રહે છે. તેમાં તાવ, સાંધાનો દુખાવો, થાક, ગળામાં ખારાશ સામેલ છે. આ વાયરસની શરૂઆત બળવા તાવથી થાય છે, પછી ગળામાં ખારાશ આવે છે. તાવના બે-ત્રણ દિવસ બાદ શરીર પર લાલ કલરના દાણા જોવા મળે છે, ત્યાર બાદ ફોલ્લીઓ થાય છે. જે મોઢાની અંદર, જીભ પર જોવા મળે છે. અને સંક્રમિત થવા પર શું કરવું? જો એ જાણવું તો સૌપ્રથમ પાંચથી સાત દિવસ માટે ખુદને આઈસોલેટ કરવામાં આવે, બીમારી ન ફેલાઈ, તેનું ધ્યાન રહે. ત્યારબાદ પોતાની આસપાસના વિસ્તારને સાફ રાખો. વાયરસથી સંક્રમિત બાળક અન્ય બાળકોથી દૂર રહે. સંક્રમિત બાળકના કપડા અને વાસણ અલગ કરી દેવામાં આવે. પૂરતો આરામ મળે તે જરૂરી. ઝડપી રિકવરી માટે વધારે ઉંઘ અસરકારક. અને સંક્રમિતની કોઈ માહિતી જોઈએ તો આ રીતે મળશે સંક્રમિતની માહિતી? Respiratory Samples દ્વારા સરળતાથી જાણકારી મેળવી શકાય છે. બીમારીના 48 કલાકની અંદર જ શ્વસનના નમૂના આપી શકાય છે. Fecal (મળ) સેમ્પલ દ્વારા પણ આ વાયરસની જાણકારી અને મેળવી પણ શકાય પરંતુ સેમ્પલ 48 કલાકમાં આપવા જરૂરી છે. જાણવું જરૂરી છે કે ટોમેટો વાયરસની કોઈ અલગથી દવા નથી, જે દવા વાયરલ થવા પર આપવામાં આવે છે, તેનો ઉપયોગ આ બીમારીમાં કરવામાં આવે છે. અત્યાર સુધી જે પણ કેસ સામે આવ્યા છે, તેમાંથી મોટાભાગના 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. તેવામાં સરકાર બાળકોને લઈને ચિંતિત છે અને તેને આ વાયરલથી સુરક્ષિત કરવા પર ભાર આપી રહી છે.
અને આ કઈ રીતે ફેલાય છે ટોમેટો ફ્લુ? તેની પણ જાણકારી આપવામાં આવી છે કે ટોમેટો ફ્લુ વિશેષ કારણ જાણવા માટે વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યાં છે, પરંતુ હજુ તેને વાયરલ સંક્રમણનું એક રૂપ માનવામાં આવે છે. કેટલાકે સૂચન કર્યું કે આ ડેન્ગ્યૂ કે ચિકનગુનિયાનો દુષ્પ્રભાવ હોઈ શકે છે. વૈજ્ઞાનિકો પ્રમાણે તેનો સોર્સ એક વાયરસ છે પરંતુ હજુ સુધી તે વિશે જાણકારી સામે આવી નથી કે વાયરસ કઈ રીતે ફેલાઈ છે. અને દેશમાં કેટલો ફેલાયો છે ટોમેટો ફ્લુ? આ સમયે કેરલમાં ટોમેટો ફ્લૂના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. જુલાઈ સુધી પાંચ વર્ષથી ઓછી ઉંમરના 82 બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હતા. વધતા કેસને જોતા તમિલનાડુ અને કર્ણાટક સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીતિન ગડકરીએ સરકારની સૌથી મોટી ખામીને કારણે કરી મોટી જાહેરાત કે સૌ કોઈ ચોકી ગયા?
Next articleબિલકિસના દોષીતોના સ્વાગત પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બોલ્યા, ‘તેને યોગ્ય ઠેરવી શકાય નહીં’