Home દેશ - NATIONAL બિરલા ગ્રુપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રાઈટ ઈશ્યુ લાવશે

બિરલા ગ્રુપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રાઈટ ઈશ્યુ લાવશે

22
0

(જી.એન.એસ),તા.૦૫

બિરલા ગ્રુપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની બોર્ડ મિટિંગમાં રાઇટ્સ ઇશ્યૂ માટે મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે કંપનીના શેર રૂપિયા 2063 પર બંધ થયા હતા. સ્ટોક એક સપ્તાહમાં 3 ટકા અને એક મહિનામાં 5 ટકા ઘટ્યો છે. બોર્ડની બેઠકમાં રૂ. 1,812ના ભાવે 2.24 કરોડ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 179 શેર માટે કંપનીના 6 રાઇટ્સ શેર ઈશ્યુ કરવામાં આવશે.. રાઇટ્સ શેર હેઠળ નવા શેર વર્તમાન શેરધારકોને નિશ્ચિત પ્રમાણમાં ઈશ્યુ કરવામાં આવે છે. કંપની ઘણી વખત ફંડ એકત્ર કરવા માટે રાઈટ્સ ઈશ્યુનો સહારો લે છે.રાઇટ્સ શેર્સ શેરહોલ્ડરને તેની પાસેના શેરની સંખ્યા અનુસાર વેચવામાં આવે છે. એટલે કે, ગ્રાસિમ રાઇટ્સ ઇશ્યૂ હેઠળ 179 શેરના બદલામાં 6 રાઇટ્સ શેર ખરીદી શકાય છે.. તમે રૂપિયા 1,812ના ભાવે શેર ખરીદી શકો છો. રાઈટ્સ ઈશ્યુને આકર્ષક બનાવવા માટે તેમની કિંમત વર્તમાન બજાર કિંમત કરતા ઓછી રાખવામાં આવી છે. રાઈટ્સ ઈશ્યુ કરવાથી કંપનીની મૂડી વધે છે. ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝે પ્રથમ રાઈટ્સ ઈશ્યુની જાહેરાત કરી છે. આ પહેલા ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ આપવામાં આવતું હતું.રોકાણકારો કે જેઓ 10 જાન્યુઆરી, 2024 પહેલા શેર ધરાવશે. તે વધુ શેર સસ્તામાં ખરીદી શકશે..

રાઇટ્સ શેર હેઠળ નવા શેર વર્તમાન શેરધારકોને નિશ્ચિત પ્રમાણમાં ઈશ્યુ કરવામાં આવે છે. કંપનીઓ ઘણી વખત ભંડોળ ઊભું કરવા માટે રાઇટ્સ ઇશ્યૂનો આશરો લે છે. રાઇટ્સ શેર્સ શેરહોલ્ડરને તેની પાસેના શેરની સંખ્યા અનુસાર વેચવામાં આવે છે. રાઇટ્સ ઇશ્યુને આકર્ષક બનાવવા માટે તેમની કિંમત વર્તમાન બજાર કિંમત કરતાં ઓછી રાખવામાં આવે છે. રાઇટ્સ ઇશ્યૂ ઇશ્યૂ કરવાથી કંપનીની મૂડીમાં વધારો થાય છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે, કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવેપાર ક્ષેત્રે ભારતીય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ભારતે ચીનથી સસ્તી આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
Next articleVibrant Gujarat Global Summit 2024માં સેમિકન્ડક્ટર કંપનીઓ ગુજરાતમાં મોટું રોકાણ કરશે