Home દુનિયા - WORLD બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સને ૧ મિલિયન પાઉન્ડ આપ્યા હતા

બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સને ૧ મિલિયન પાઉન્ડ આપ્યા હતા

37
0

(જી.એન.એસ),તા.૦૧
લંડન
આતંકી ઓસામા બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સના ચેરિટેબલ ટ્રસ્ટ ૧ મિલિયન પાઉન્ડ એટલે કે આશરે ૦.૬૪ કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. આ રકમ બિન લાદેનના બે સાવકા ભાઈઓએ આપી હતી. પ્રિન્સ ચાર્લ્સે બકર બિન લાદેન અને શફીક પાસેથી આ દાન સ્વીકાર કર્યું હતું. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સ ચેરિટી ઓર્ગેનાઇઝેશન પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે પ્રિન્સ ચાર્લ્સે આ રકમ બકર પાસેથી લંડનના ક્લેરેન્સ હાઉસમાં લીધી હતી. તેમણે ખુદ બકર સાથે મુલાકાત કરી હતી. ૨૦૧૩માં પ્રિન્સ ચાર્લ્સે એક સૂટકેસમાં આ રકમ સ્વીકારી હતી. નોંધનીય છે કે તેના બે વર્ષ પહેલા ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ઢેર કરી દીધો હતો. ઓસામાએ અમેરિકાના ટિ્‌વન ટાવર પર હુમલો કરાવ્યો હતો, જેમાં ૩ હજારથી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારમાં ૬૭ લોકો બ્રિટનના પણ હતા. પ્રિન્સ ચાર્લ્સના સલાહકારોએ તેમને આ રકમ ન લેવાની સલાહ પણ આપી હતી. પીડબ્લ્યૂસીએફના ચેરમેન સર લૈન ચેશાયરે કહ્યું કે બકર બિન લાદેનથી જે ફંડ લીધુ તે બધા ટ્રસ્ટીની જાણકારીમાં હતું. તેમણે કહ્યું કે ડોનેશન સ્વીકાર કરવાનો ર્નિણય ટ્રસ્ટિઓએ મળીનો લીધો હતો. આ પહેલા પણ પ્રિન્સ ચાર્લ્સના ટ્રસ્ટ પર ડોનેશન લેવા મુદ્દે સવાલ ઉઠી ચુક્યા છે. ફેબ્રુઆરીમાં પોલીસે સાઉદી અરબના કારોબારી મહફૂઝ મરેઈ મુબારક પાસેથી ધન લેવાના મામલાની તપાસ શરૂ કરી હતી. સાઉદીના કારોબારીએ કોઈપણ ખોટા કામથી ઇનકાર કર્યો છે. આ સિવાય કતરના વિવાદિત રાજનેતા પાસેથી પણ પૈસા લીધા હતા. જાણવા મળ્યું કે આ રકમ સૂટકેસમાં લેવામાં આવી હતી. કતરના પૂર્વ પ્રધાનમંત્રી એચબીજે પણ ચાર્લ્સને મોટી રકમ આપતા હતા. એક મીટિંગ દરમિયાન તેમણે બેગમાં ભરીને કથિત રીતે ૧ મિલિયન યૂરો આપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડા જવા માંગતા લોકો માટે અગત્ય સમાચાર
Next articleએલન મસ્કે ટ્‌વીટ કર્યું ‘ટેસ્લા ટિ્‌વટર = ‘ટિ્‌વઝ્‌લર’