બાવળા તાલુકામાં યોજાશે ત્રિદિવસીય સેચ્યુરેશન કેમ્પ
(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
બાવળા તાલુકાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભો એનાયત કરવાના હેતુસર સેચ્યુરેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ ૪૭ જેટલી સરકારી યોજનાઓના લાભો એનાયત કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામોમાં તારીખ ૨૦થી ૨૨ એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
બાવળા તાલુકામાં તારીખ ૨૦મી એપ્રિલના રોજ દુર્ગી પ્રાથમિક શાળા ખાતે દુર્ગી, મેણી, દેવડથલ અને ડુમાલી ગામોના નાગરિકોને, ત્યાર બાદ તારીખ ૨૧મી એપ્રિલના રોજ મેટાલ પ્રાથમિક શાળા ખાતે મેટાલ, દેવધોલેરા, કેશરડી અને બલદાણા ગામોના ગ્રામજનો માટે તથા તારીખ ૨૨મી એપ્રિલના રોજ શિયાળ પ્રાથમિક શાળા ખાતે શિયાળ, મીઠાપુર, કોઠાતલાવડી અને કાળીવેજી ગામોના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો એનાયત કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.