Home દેશ - NATIONAL બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ

57
0

(GNS),06

ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના પુરાવા પણ મળી ગયા છે. અકસ્માત બાદ સૌથી વધુ ચર્ચા આ ઈન્ટરલોકીંગ સિસ્ટમની થઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પ્રાથમિક તપાસના આધારે આ સિસ્ટમમાં ગરબડ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. સીઆરબી રેલવેએ વડાપ્રધાન કાર્યાલયને અકસ્માત અંગે જાણ કરી છે. અકસ્માત અંગે રેલવેએ કહ્યું કે તેણે આશંકા વ્યક્ત કરી છે કે જે પણ ઘટના બની છે તે પોઈન્ટમાં ફેરફારને કારણે થઈ છે.

પીએમઓને જણાવવામાં આવ્યું છે કે રેલવેને લાગે છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે અથવા કોઈ એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે જેને આ મુદ્દાની સંપૂર્ણ જાણકારી હતી.ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગે અધિકારીઓએ સોમવારે કહ્યું કે 101 મૃતદેહોની હજુ પણ કોઈ ઓળખ થઈ રહી નથી. પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝનલ રેલ્વે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જેઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ શરૂ થઈ ગઈ છે.

પરંતુ હજુ સુધી વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. અગાઉ રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. આપને જણાવી દઈએ કે, 3 જૂનના રોજ, બાલાસોરમાં સરકારી રેલવે પોલીસ (GRP)એ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર 10 જૂન સુધી પ્રતિબંધ
Next articleનોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદમાં અંધાધુંધ ગોળીબાર