Home ગુજરાત બાલંભડી ગામે કોટુંબિક ભાઈ-બહેનના લગ્ન શક્ય ન હોવાથી આપઘાત કર્યો

બાલંભડી ગામે કોટુંબિક ભાઈ-બહેનના લગ્ન શક્ય ન હોવાથી આપઘાત કર્યો

63
0

જામનગરના કાલાવડના બાલંભડી ગામમાં અરવિંદભાઇ રણછોડભાઇ અકબરીની વાડીમાં રહેતા અને મુળ દાહોદ જિલ્લાના રાકેશ તેરેયા સંગોડ (ઉ.વ.૧૮) અને તેની કુટુંબીક બહેન ૧૬ વર્ષીય સગીરા બન્ને પ્રેમમાં હોય અને કુટુંબીક ભાઇ-બહેન થતાં હોય તેમના લગ્ન થઇ શકે તેમ ન હોય, બન્નેએ અરવિંદભાઇની વાડીએ લીમડાના ઝાડમાં સજાેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગેની જાહેરાત તેના કુટુંબીક ભાઇ પરબતભાઇએ પોલીસમાં કરતા પોલીસ દોડી આવી હતી અને પંચનામું કરી બન્નેની લાશને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. આ બનાવે નાના એવા ગામમાં ભારે ચકચાર જગાવી છે.કાલાવડ તાલુકાના બાલંભડી ગામે વાડી વિસ્તારમાં કુટુંબીક ભાઇ-બહેનને પ્રેમ થઇ ગયો હોય અને લગ્ન શકય ન હોય અને ઉમર પણ નાની હોય, બન્નેએ લીમડાના ઝાડમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહનો કબજાે સંભાળી તપાસ આરંભી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં યુવાને ચાલુ ટ્રક નીચે પડતું મૂક્તા મોત નીપજ્યું
Next articleગુજરાતનો પ્રિયાંક પંચાલ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ કેપ્ટન માટે દાવેદાર