Home રમત-ગમત Sports બાંગ્લાદેશને મોટો ઝટકો, વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન લિટન દાસ એશિયા કપ ગુમાવશે

બાંગ્લાદેશને મોટો ઝટકો, વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન લિટન દાસ એશિયા કપ ગુમાવશે

12
0

(GNS),31

બાંગ્લાદેશને એશિયા કપ 2023માં તેની પ્રથમ મેચ પૂર્વે જોરદાર ઝટકો લાગ્યો છે. વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન લિટન કુમાર. દાસ વાયરલ તાવને પગલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લિટન દાસ બાંગ્લાદેશની ટીમના સાથે શ્રીલંકા પહોંચી શક્યો નથી. તેના સ્થાને વિકેટકીપર તરીકે અનામુલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અનામુલ હક ઓપનિંગ બેટર છે અને વિકેટકીપિંગ પણ કરે છે. 30 વર્ષીય અનામુલ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારત સામે વન-ડે મેચમાં બાંગ્લાદેશ ટીમનો હિસ્સો હતો. તેના નામે 44 મેચમાં 30.58ની સરેરાશથી 1,254 રન છે જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. અનામુલ ઓપનિંગ અથવા ત્રીજા ક્રમે બેટિંગ કરી શકે છે. એશિયા કપમાં તે મુશ્ફિકુર રહીમ માટે રિઝર્વ કીપરની ભૂમિકામાં રહેશે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ મિંહાજુલ અબેદીને જણાવ્યું કે, અનામુલ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું ફોર્મ ધરાવે છે. બાંગ્લાદેશ ટાઈગર્સ કાર્યક્રમ હેઠળ અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. લિટનની ગેરહાજરીમાં અમને પ્રથમ ક્રમે બેટિંગ કરી શકે અને સાથે વિકેટકીપિંગ પણ કરે તેવા ખેલાડીની જરૂર હતી પરિણામે અમે અનામુલની પસંદગી કરી છે. લિટન દાસ બીમાર થતાં તે સમગ્ર ટુર્નામેન્ટમાં નહીં રમી શકે જે બાંગ્લાદેશ માટે મોટો ફટકો છે. 28 વર્ષીય લિટન 2022ની શરૂઆતમાં વન-ડેમાં બાંગ્લાદેશ માટે સર્વાધિક રન કરનાર બેટ્સમેન રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરીયા ચક્રવર્તીને બિઝનેસમેન નિખિલ કામત સાથે પ્રેમ, ડેટિંગ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાયું
Next articleપાકિસ્તાન સામેના મુકાબલા પૂર્વે રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી