Home રમત-ગમત Sports બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝર રહમાન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝર રહમાન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત

35
0

ખેલાડીને માથા પર બોલ વાગતા લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો

(જી.એન.એસ),તા.૧૮

ઢાકા-બાંગ્લાદેશ,

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનના માથા પર ફાસ્ટ બોલ લાગ્યો છે. જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તે બીપીએલની પોતાની ટીમની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને એક બેટ્સ્મેન શોર્ટ રમી રહ્યો હતો જે સીધો તેના માથા પર આવ્યો હતો. ત્યારબાદ તેના માથા પરથી લોહી નીકળ્યું હતુ અને તેને સ્ટેડિયમમાંથી સ્ટેચર પર તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મુસ્તફિઝુર રહેમાન બાગ્લાદેશ પ્રીમિયર લીગ એટલે કે, બીપીએલ પોતાની ટીમ કોમિલા વિક્ટોરિયન્સની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે બોલિગ માટે ઉભો હતો આ દરમિયાન નેટ પર પ્રેક્ટિસ કરી રહેલા મૈથ્યુ ફોર્ડનો બોલ મુસ્તફિઝુરને માથા પર લાગ્યો હતો. ત્યારબાદ તેના માથામાંથી લોહી નીકળતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ટીમના ફિઝિયો એસએમ જાહિદુલ ઈસ્લામ સેજલે મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે મુસ્તાફિઝુરને માથામાં ઈજા થઈ હતી, જેની સારવાર કમ્પ્રેશન બેન્ડેજથી કરવામાં આવી હતી. તેને ઘા પર ટાંકા લેવા માટે સર્જિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને હાલમાં કોમિલા વિક્ટોરિયન ટીમના ફિઝિયો દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગની 9 મેચમાં મુસ્તફિઝુર રહેમાને અત્યારસુધી 23.91ની સરેરાશથી 11 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024ની મેચ નંબર 37 19 ફેબ્રુઆરીના રોજ ચટોગ્રામના જહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં કોમિલા વિક્ટોરિયન્સની ટક્કર સિલહટ સ્ટ્રાઈકર્સ સામે થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિઝનેસમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ શેર કરતા થઇ વાઈરલ
Next articleરાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી