Home ગુજરાત બહેરાશ પર જાગૃતિ લાવવા માટે બ્રેટ લી ગુજરાતની મુલાકાતે

બહેરાશ પર જાગૃતિ લાવવા માટે બ્રેટ લી ગુજરાતની મુલાકાતે

519
0

(જી.એન.એસ.ગાંધીનગર) તા.૦૪/૦૯

કલિયરનાં ગ્લોબલ હીયરિંગ એમ્બેસેડર અને મહાન ક્રિકેટર બ્રેટ લી આજે યુનિવર્સલ ન્યૂબોર્ન હીયરિંગ સ્ક્રીનિંગ ( યુએનએચએસ ) માટેની જરૂરિયાત અને બહેરાશની સમસ્યાથી પીડિત લોકો માટે સારવાર માટે જાગૃતિ લાવવા શહેરમાં હતાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાંક વિકમો તોડનાર વિશ્વના મહાન ફાસ્ટ બોલરોમાંનાં એક અને ઓસ્ટ્રેલિયાનાં આ ભૂતપૂર્વ ક્રિકેટર સાંભળવાની ઊંડી સમસ્યા સાથે પીડિત લોકોનાં પડકારો વિશે જાગૃતિ લાવવા ભારતની મુલાકાતે છે. દુનિયામાં આ સમસ્યાથી 466 મિલિયન લોકો પીડિત છે. બ્રેટ લીને સૌપ્રથમ વર્ષ 2015માં ગ્લોબલ હીયરિંગ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે ભારતમાં અનેક શહેરોની મુલાકાત લીધી છે. પોતાની મુલાકાતમાં તેઓ છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર, પૂણે, ચંદીગઢ, કોચી, મૈસૂર, ત્રિવેન્દ્રમ, કોઝિકોડ, ગૌહાટી, અમૃતસર અને જયપુર જેવા શહેરોમાં કોકલિયર પ્લાન્ટ કરાવનાર સેંકડો લોકોને મળ્યાં હતાં. તેઓ દેશમાં યુએનએચએસને ફરજિયાત બનાવવા સતત આગ્રહ કરી રહ્યાં છે. બ્રેટ લીનો આશય ભારતમાં તમામ રાજ્યોમાં એકસાથે આ પરીક્ષણને ફરજિયાત બનાવવામાં આવે એવો છે. આ પ્રસંગે બ્રેટ લીએ કહ્યું હતું કે, હું આ પ્લેટફોર્મનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સાંભળવાની સમસ્યાનું સમાધાન કરવા ઇચ્છું છું. કારણ કે હું દ્રઢપણે માનું છું કે, દરેકને દુનિયાની ચહલપહલથી વાકેફ થવાનો અધિકાર છે. આ દુનિયામાં કોઈ ચૂપચાપ રહેવા બંધાયેલું નથી. બહેરાશની સમસ્યાનાં મહત્ત્વને હજ પણ નજરઅંદાજ કરવામાં આવે છે, કારણ કે આ સમસ્યાનાં ચિહ્નો જોવા મળતાં નથી. છતાં આ સમસ્યાનાં આંકડા સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે. દેશમાં જન્મ થતાં દર 1,000 બાળકોમાંથી 5 બાળકો સાંભળવાની જાટિલ સમસ્યાથી પીડિત છે. એકલા ગુજરાતમાં આ સમસ્યાથી 1 . 90 લાખ લોકો પીડિત છે. લોકોએ સમજવું જોઈએ કે આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે અને આ સમસ્યા વ્યક્તિને સંપૂર્ણ સક્રિય જીવન તરફ દોરી જતાં અટકાવી ન શકે. યુનિવર્સલ સૂબોર્ન હીયરિંગ સ્કીનિંગ યુએનએચએસ ) જીવનમાં વહેલાસર આ સમસ્યાનું સમાધાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સહિત ઘણાં વિકસિત દેશોમાં દરેક નવજાત બાળક માટે આ માટેનું પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને ભારતે પણ યુનિવર્સલ બ્યુબોને હીયરિંગ કીનિંગ ( યુએનએચએસ ) ને ફરજિયાત બનાવવાનો વિચાર કરવો જોઈએ વિશ્વ આરોગ્ય સંસ્થાનાં જણાવ્યા મુજબ , દુનિયામાં 5 ટકા લોકો સાંભળવાની ક્ષમતા ધરાવતાં નથી. એમાં 34 મિલિયન બાળકો છે. જો નિવારણાત્મક પગલાં ન લેવામાં આવે, તો વર્ષ 2050 સુધીમાં 900 મિલિયનથી વધારે લોકો આ સમસ્યાથી પીડિત હશે. તેમ છતાં મોટાં ભાગનાં લોકો એની સારવારનાં અત્યાધુનિક વિકલ્પોથી અજાણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGNS Breaking : ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ના ટ્રસ્ટનું બેન્ક એકાઉંટ સીઝ થયું, ક્યાંથી આવ્યા 62 લાખ…..!!?
Next articleBSNL એટલે સોનાના ઈંડા આપતી મુર્ગી…..પણ મરઘો માનતો નથી……!!