Home ગુજરાત BSNL એટલે સોનાના ઈંડા આપતી મુર્ગી…..પણ મરઘો માનતો નથી……!!

BSNL એટલે સોનાના ઈંડા આપતી મુર્ગી…..પણ મરઘો માનતો નથી……!!

330
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
બી એસ એન એલ કે જેનું સંપૂર્ણ નામ છે ભારતીય સંચાર નિગમ લિમિટેડ છે.તેનુ દેશભરમાં મળીને કુલ નેટવર્ક 8 લાખ કિલોમીટરમાં પથરાયેલું છે. અને હવે તો વિદેશ સાથે નેટવર્કથી મોબાઈલ, કોમ્પ્યુટર જેવા ક્ષેત્રમાં ફેલાયેલ છે ત્યારે સરકારે આ વિશાળ ભારતની ટેલીકોમ કંપનીને મહત્વ આપવાની જરૂર હતી. પરંતુ જ્યારે 4 જીની હરરાજી થવાની હતી ત્યારે તેના પર હરરાજીમાં ભાગ લેવા પર બંદી ફરમાવી દીધી હતી. એટલે તે ભાગ ન લઈ શકી અને 4 જી ખાનગી ટેલીકોમ ક્ષેત્રે ખરીદી લીધું પરિણામે સોનાના ઈંડા આપતી બી એસ એન એલ નામની મુરગી ને મોટી તકલીફ ઉભી થઈ અને ત્યારથી ભારતની આ ટેલિકોમ કંપનીની જે પ્રગતિ થવી જોઈએ તે અટકી ગઈ. બાકી જો 4 જી તેની પાસે હોત તો દેશમાં તો ઠીક વિશ્વ ભરમા નામના કાઢી હોત. લોકો સાચા અર્થમાં ભારતનીજ આ બીએસએનએલ બાબતમા કંઈ જાણતા નથી તેવું લાગે છે….!! અત્યારે તેની ખોટ 20 હજાર કરોડની છે પરંતુ તે નગણ્ય છે કારણ કે દેશભરમાં બી.એસ.એન.એલ ની જે જમીનો છે તેની કિંમત 1 (એક) લાખ કરોડ રૂપિયા થવા જાય છે, જ્યારે તેના પાવર્સ 20 હજાર કરોડની કિંમતના છે. ઉપરાંત તેની પાસે જે ઓપ્ટીકલ ફાઇબર છે તે અંદાજે 65 હજાર કરોડના છે અને ઓપ્ટિકલ ફાઇબર ની લંબાઈ એટલે કે નેટવર્ક આઠ લાખ કિલોમીટર છે. તો આ સંપત્તિ સામે 20 હજાર કરોડની ખોટ કાઈજ ન ગણાય. જ્યારે તેના 1.76 હજાર કર્મચારીઓ ફરજ બજાવે છે…. ત્યારે આટલી સંપત્તિ કે આટલું મોટું નેટવર્ક નથી તો જીઓ પાસે કે નથી એરટેલ પાસે તો વોડાફોન પાસે પણ નથી. આ બધું છતાં તેઓ તેમના કર્મચારીઓને પગાર આપે છે પરંતુ અત્યારે સ્થિતિ એવી ઉદભવી છે કે ત્યાંના કર્મીઓને પગાર નિયમિત નથી મળતા કે મળ્યા નથી….!! તો આને માટે જવાબદાર કોણ…?
સરકાર ખાનગી ટેલીકોમ સહિતની કંપનીઓને સપોર્ટ કરે છે- પ્રોત્સાહન આપે છે એટલે બી એસ એનએલની સત્તા માં કાપ મૂક્યો. સરકાર તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આર્થિક જરૂરિયાત પૂરી પાડતી નથી એટલે ખાનગી ટેલિકોમ કંપનીઓને બખ્ખાં થઇ ગયા છે વર્ષ 2016માં 4 જી સ્પેક્ટ્રમની હરરાજી થવાની હતી જેમાં સરકારે બીએસએનએલને ભાગ ન લેવાનું કહ્યું હતું તેથી તેને બોલીમા ભાગ ન લીધો. હવે અત્યારે 5 જીની વાતો ચાલી રહી છે ત્યારે બી.એસ.એન.એલએ 4 જી માં આગળ વધવું જોઇએ અને તેની જરૂર પણ છે તો સરકારે તેને 4 જી માટે આગળ વધવા લીલી ઝંડી આપી દેવી જોઈએ જેથી તેના પરિણામો સારા મળે. અને ભારતના બીએસએનએલના ઉપભોક્તાઓને તેનો લાભ મળે. હાલની સ્થિતિએ સરકારને આર્થિક વ્યવસ્થામાં જે સફળતા મળવી જોઈએ તે મળી નથી. બીજી તરફ ઇકોનોમિક્સ એવી સ્થિતી પર આવી ગઈ છે કે સરકાર પોતે સાર્વજનિક ઉપકરણો ખતમ કરવા જઈ રહી છે. તે બની રહ્યુ છે. જ્યારે બીએસએનાએલની વાત કરીએ છીએ તો રિલાયન્સ કોમ્યુનિકેશનની પણ વાત કરવી જોઈએ તે એટલા માટે કે તેમના વડાએ કહી દીધું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન દેવાળિયા થવા ઉપર છે અને સત્તાવાર રીતે વેચવાની વાત છે. તે સાથે તેની કિંમત 49 હજાર કરોડ મૂકી પરંતુ ખરેખર તેની કિંમત 10 હજાર કરોડ રૂપિયા કહેવાય છે. તેને ખરીદવા જીઓ,એરટેલ, રિલાયન્સ ઈનફેક્ટલ અને રિલાયન્સ ટેલિકોમ તેમજ અન્યો પણ છે.
એક તરફ રિલાયન્સ કોમ્યુનિકેશન બજારમાં વેચવા તૈયાર થઇ છે અને બીજી તરફ અત્યારે બી એસ એન ખરીદવા માંગે છે અને તેનાજ એસેટસના પૈસાથી ખરીદશે અને તેમ ન કરે તો તેને ડુબાડશે અને ખાનગી કંપની ઊભી કરશે. અને તેઓજ કહેશે કે જુઓ પોતાની મેળે જ બી.એસ.એન.એલ ડૂબી ગઈ….. જેવા હાલ એર ઇન્ડિયાના થયા હતા તેમ…..!! સવાલ છે આપણો દેશ ચલાવવાનો… જેમાં પ્રાઈવેટ સેક્ટર-પબ્લીક સેક્ટર પણ રહેશે. પરંતુ આપણે કોઈને સંભાળી નથી શકતા…..!!! અને આપણી સામે જે પ્રશ્નો આવ્યા છે તે નોટ બંધી, જીએસટી,જીડીપીથી આવ્યા છે. આ બધી સ્થિતિ જોઈએ તો સરકાર નિર્ણય નથી કરી શકી નથી કે નિર્ણય લેવામા અસંમજસ સ્થિતીમા છે….?!અને આ બધી બાબતો દેશ સાથે સંકળાયેલી છે. મતલબ કે જે જે કંપની, ઉદ્યોગો, એકમો,સંસ્થાઓ નબળા પડતા જશે…. તેમ તેમ બેરોજગારી વધતી જશે…..! બીજી તરફ સરકાર નાણા એકઠા કરવા લાગી છે કારણકે તેને પૈસા જોઈએ છે. જીડીપી 5 ટકા આવી ગયો છે. ત્યારે યાદ આવે છે ડો. મનમોહનસિંહ, તેમણે કહ્યું હતું કે કૃષિ ઉત્પાદનોને પૂરતા ભાવ નથી મળતા જેથી બજારમાં તે આવતું નથી અને તેની અસર દરેક ક્ષેત્ર માં પડે છે. લોકો ખરીદી શકતા નથી તેથી ધંધા-રોજગાર બંધ પડે છે અને બેરોજગારી વધે છે સરકારે ભારતનીજ બીએસએનએલને 4 જી બનાવી તેને વેગ આપવો જોઈએ- પ્રોત્સાહન આપવું જોઈએ તેમજ ઈન્ફાસ્ટ્રક્ચર માટે આર્થિક મદદ કરવી જોઈએ તેમજ સોનાના ઈંડા આપતી બુએસએનએલનું ખાનગીકરણ થવું ન જોઈએ તેવો સરકારે નિર્ણય કરવો અતિ આવશ્યક છે…..નહી તો વધુ 1.76 હજાર બેરોજગારોનો વધારો થશે તે નિશ્ચત છે…..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબહેરાશ પર જાગૃતિ લાવવા માટે બ્રેટ લી ગુજરાતની મુલાકાતે
Next articleવાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વિદાય નિશ્ચિત…?,આઇ.કે.જાડેજાને સોંપાશે કમાન…??