Home ગુજરાત બલોચપુર ગામેથી પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું

બલોચપુર ગામેથી પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું

11
0

(GNS),26

ગુજરાતનો નશાનો વેપલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ચરસ ઝડપી પાડ્યું છે. બલોચપુર ગામે આવેલ જોગણી માતાજીનાં મંદિરનો પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું. 4 લાખ 65 હજારની કિંમતનું 3,104 કિલો ચરસ ઝડપાયું. પોલીસે ચરસની 247 નંગ સ્ટીક અને કાર સહીત 11 લાખ 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. મૂળ મધ્યપ્રદેશનાં જાંબુઆ જિલ્લાના રહેવાસી મંદિરનો પૂજારી દયાલગીરી બાવાની ધરપકડ કરાઈ. તો અન્ય આરોપી ઉત્તર પ્રદેશનાં રાજવીરસિંહ પાસેથી આર્મી PTRનું આઈકાર્ડ મળી આવ્યું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડ પોલીસે પોષ ડોડાનો 2.42 લાખ રુપિયાનો જથ્થો જપ્ત કર્યો
Next articleકંડલા પોર્ટ પર જેટી નંબર 6 પાસે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન નીચે પટકાઈ