Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં બર્ગરનાં શોખીનો ચેતજો..! કાફેમાં બર્ગર માંથી નીકળી જીવાત!

અમદાવાદમાં બર્ગરનાં શોખીનો ચેતજો..! કાફેમાં બર્ગર માંથી નીકળી જીવાત!

20
0

(જી.એન.એસ) તા. ૪

અમદાવાદ,

રાજ્યમાં ફરી એકવાર ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અમદાવાદમાં આવેલા એક કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરનાં રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો.

રાજ્યમાં હોટેલ-રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને જાણે લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના એક પછી એક સામે આવી રહી છે. વેફરમાંથી દેડકો, અથાણામાંથી ગરોળી સિઝલરમાંથી વંદા બાદ હવે બર્ગરમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, અમદાવાદના રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેમાં બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે.

જો કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હવે એવું લાગી રહ્યું છે કે, હોટેલ-રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે લોકોમાં ભય છે કે કેફે, હોટેલ-રેસ્ટોરન્ટમાં મોંઘીદાટ થાળીમાં ગમે ત્યારે જીવ-જંતુ પીરસાઇ શકે છે. મોંઘુદાટ બિલ ચૂકવવા છતાં પણ આરોગ્યપ્રદ ભોજનનું મળશે તેની કોઈ ગેરંટી નથી. આવા બેદરકારો સામે આરોગ્ય વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે ? તેવા સવાલ થઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાના તરસાલી બસ સ્ટેન્ડ નજીક લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ
Next articleવડોદરામાં વિજ થાંભલામાંથી કરંટ લાગતા બે પશુના મોત થયા