Home ગુજરાત બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલા યુવક અને તેના સાથીનું ગામલોકોએ મુંડન કર્યું

બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલા યુવક અને તેના સાથીનું ગામલોકોએ મુંડન કર્યું

15
0

(GNS),08

જિલ્લાના સરદીય વિસ્તારમાં ફરીથી પ્રેમી યુવકનું બળજબરીથી મુંડન કરવાની ઘટના બની છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓને પકડીને તેમનુ મુંડન કરાવાયુ હતું. ગામના કેટલાક લોકો દ્વારા પ્રેમિકાને મળવા આવેલ બંને યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. એટલુ જ નહિ, તેઓને સામસામે બેસાડી એકબીજાના હાથે મુંડન કરાવડાવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓના મુંડન કરવાના અનેક વીડિયો અનેકવાર વાયરલ થવા છતાં કોઈ ફરિયાદ નોંધાતી નથી.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની તાલીબાની સજા કરવી એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ આ જ રીતે પ્રેમિકાના મળવા જતા સગાસંબંધીઓ કે ગ્રામજનોને હાથે ઝડપાઇ ગયેલા યુવકને તાલીબાની સજા કરી હોવાના અનેક વીડિયો લોકોએ બનાવી વાયરલ કર્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઇ જ પોલીસ મથકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પ્રેમિકાને મળવા ગયેલો વધુ એક પ્રેમી યુવક ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા ભોગ બન્યો છે. તેનું મુંડન કરી વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. અવારનવાર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવી ઘટનાઓ બની રહી છે, પણ કોઈ પોલીસ ફરિયાદ થતી નથી એટલે કોઈ કાર્યવાહી થતી નથી અને તેના જ કારણે લોકોને આવા કૃત્યો કરતા ડર લાગતો નથી અને આવી ઘટનાઓ સતત વધી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઊંઝા નગરપાલિકામાં ભાજપ ના 6 સભ્યો ગાયબ, ભાજપમાં દોડધામ
Next articleસુરતમાં ડુપ્લીકેટ ચલણી નોટોને દેશમાં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું