Home ગુજરાત ગાંધીનગર બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧,૩૯૩ કરોડના રસ્તાના...

બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧,૩૯૩ કરોડના રસ્તાના કામો પૂર્ણ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

22
0

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર/બનાસકાંઠા,

વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર મુખ્યમંત્રીશ્રી વતી સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આપતા જણાવ્યું કે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧,૩૯૩ કરોડના કુલ ૧,૨૯૫.૩૦ કિ.મી. રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં રાજ્યની મોટી એવી બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના ૧,૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાના બંદરો સુધી માલ પરિવહન માટે રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના કન્ટેનર્સ અને ભારે વાહનો પાલનપુરમાંથી પસાર થતા હોય છે. દેશમાં સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે. જે મંદિરો તથા જૈન દેરાસરમાં વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ તેની મોટા પ્રાણમાં નિકાસ પણ કરવામાં આવે છે. તેથી આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર રહે છે. જેથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં ૨૪.૫૩ કિ.મી. લંબાઈ અને ૬૦ મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજુરી આપવામાં આવી છે, જે માટે રૂ.૧,૦૭૫ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નમો શક્તિ એકસ્પ્રેસ-વે “ડીસા-પીપાવાવ રોડ’ ની ૪૩૦ કિ.મી. લંબાઈ માટે અંદાજીત રૂ. ૩૬,૧૨૦ કરોડની વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં જોગવાઈ કરી છે. આ નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ થશે.

આ ઉપરાંત અંબાજીના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કુલ ૬૬.૧૫ હેકટર જમીનમાં અંદાજે રૂ.૧,૪૦૫ કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હીલ અંબાજી આબુ રોડ કુલ ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે લાઈનનું રૂ.૨,૭૯૮.૧૬ કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field