રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૦૬.૨૨ સામે ૬૦૭૦૬.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૫૦૧.૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩.૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૬૮૨.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૪૫.૮૫ સામે ૧૭૮૫૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૭૯૯.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૭૭.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ૦.૨૫ %નો વધારો કર્યા સાથે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૨ના અંતની સીઝનમાં અનેક કંપનીના નબળા પરિણામ સાથે અદાણી ગ્રુપ મામલે એમએસસીઆઈ ઈન્ડેક્સ સમાવિષ્ટ શેરો – સ્ક્રિપોમાં ફ્રી ફ્લોટ મુજબ વેઈટેજની સમીક્ષા થવાના અહેવાલ અને નોર્વેના વેલ્થ ફંડ દ્વારા અદાણી ગ્રુપમાં હોલ્ડિંગ વેચી દેવાયાના અહેવાલની અદાણી ગ્રુપ શેરોમાં નેગેટીવ અસર અને વિપક્ષોના વિરોધ વચ્ચે સેન્ટીમેન્ટ ડહોળાતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં અનિશ્ચિત વોલેટીલિટી જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય મોરચે ફરી અમેરિકા અને ચાઈના વચ્ચે ઈરાનથી ઓઈલ ખરીદવા મુદ્દે અને રશીયા સાથે સહયોગ મામલે ઘર્ષણથી જીઓપોલિટીકલ ટેન્શનની શકયતા સાથે મેટલ, યુટિલિટીઝ, પાવર, એનર્જી, કમોડિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, ટેક અને એફએમસીજી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૬૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૮.૧૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, ઓટો, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૩ અને વધનારની સંખ્યા ૧૭૯૪ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારે ઉતાર – ચઢાવ છતાં રોકાણકારો ઇક્વિટી માર્કેટમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે. સાબિતી છે જાન્યુઆરી માસના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્ફલોના આંકડા… બેંચમાર્ક ઈન્ડાયસિસ ફ્લેટ રહ્યાં છતા જાન્યુઆરીમાં ઓપન – એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ઈન્ફલો ૭૨% વધીને રૂ.૧૨,૫૪૬.૫૧ કરોડ થયો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પણ રોકાણ વધ્યું હતુ. જાન્યુઆરી, ૨૦૨૩માં એસઆઈપી મારફતે ઈન્ફ્લો વધીને રૂ.૧૩,૮૫૬ કરોડના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. ડિસેમ્બર માસમાં આ આંકડો રૂ.૧૩,૫૭૩ કરોડ હતો. રસપ્રદ વાત એ છે કે સતત ૨૩મા મહિને ઇક્વિટી ફંડ્સમાં ઈન્ફલો પોઝીટિવ રહ્યો છે.
બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ડિસેમ્બરના બંધ લેવલની સરખામણીએ જાન્યુઆરીના અંતે ૨% ઘટયાં હતા. ડિસેમ્બર માસમાં ઓપન – એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનો પ્રવાહ માસિક ધોરણે ત્રણ ગણો વધીને રૂ.૭૩૦૩.૩૯ કરોડ થયો હતો. જોકે નવેમ્બરમાં રોકાણકારો ઉંચા વેલ્યુએશનના કારણે બજારથી સાવચેત રહ્યાં હતા અને ઓક્ટોબરમાં ઇક્વિટી ફંડ્સનો ઈન્ફલો રૂ.૯૩૯૦ કરોડથી ઘટીને રૂ.૨૨૫૮ કરોડ થયો હતો. જાન્યુઆરી માસમાં સ્મોલકેપ ફંડ્સમાં રૂ.૨૨૫૫.૮૫ કરોડનો ઈન્ફલો આવ્યો હતો. ત્યારબાદ લાર્જ અને મિડકેપ ફંડ્સમાં રૂ.૧૯૦૧.૯૯ કરોડ અને મલ્ટી કેપ ફંડ્સમાં રૂ.૧૭૭૩.૦૨ કરોડનો ઈન્ફલો આવ્યો હતો. ઈન્ડેક્સ ફંડ્સમાં રૂ.૫૮૧૩.૧૬ કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.