Home ગુજરાત બજાણામાં ભરવાડના વાડામા વિકરાળ આગ લાગી, અંદાજે રૂ. 7 લાખથી વધુનું નુકસાન...

બજાણામાં ભરવાડના વાડામા વિકરાળ આગ લાગી, અંદાજે રૂ. 7 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જણાયું

23
0

પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. 700000 લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ. આ ઘટનામાં ભરવાડ સમાજના લોકોને લાખાનું નુકશાન, પણ સદભાગ્યે કોઈ જાનહાની ન થતાં રાહતનો દમ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે. જેમાં ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ મસમોટું નુકશાન થવાનો બનાવો બનતા હોત છે. ત્યારે પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. 700000 લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ.

આ ઘટનામાં ભરવાડ સમાજના લોકોને લાખાનું નુકશાન, પણ સદભાગ્યે કોઈ જાનહાની ન થતાં રાહતનો દમ લીધો હતો. આ આગની ઘટનામાં બજાણા ગામના બળદેવભાઇ વશરામભાઇ ગોલતરના જુવારના પુળા 6,000, વેલાભાઇ કરમણભાઇ ગોલતરના જુવારના પૂળા 4,500, વિહાભાઇ કાળુભાઇ મુંધવાના જુવારના પૂળા 7,500, હિરાભાઇ વશરામભાઇ ગોલતરના જુવારના પૂળા 1,500, કલાભાઇ લક્ષ્મણભાઇ ગોલતરના જુવારના પૂળા 1,000, ગેલાભાઇ કાળુભાઇ ગોલતરના જુવારના પૂળા 400 અને ભરતભાઇ માતમભાઇ બનાડાના જુવારના પૂળા 4,500 પળવારમાં બળીને ખાખ થઇ ગયા હતા.

જ્યારે 300 મણ મગફળી અને ભરતભાઇ માતમભાઇ બનાડાની ગાસંડી નંગ- 800 મળી જુવારના પૂળા નંગ 25,400 મળી અંદાજે રૂ. 700000 લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ. આ આગની ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે ગ્રામજનો દ્વારા પાણીનો જોરદાર મારો ચલાવતા ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા ભરવાડ સમાજના લોકોએ રાહતનો દમ લીધો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના હજીરામાં 14 વર્ષની કિશોરીનો મૃતદેહ રાત્રે દફનાવતાં પહેલાં પોલીસે ઝડપ્યા
Next articleગાંધીનગરનાં યુવકે 14.50 લાખની સામે 20 લાખ વ્યાજ ચૂકવ્યું, છતાં ચાર વ્યાજખોરોએ મૂડી બાકી જ રાખી