Home દેશ - NATIONAL બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો વહી ગયા, 4ના થયા...

બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો વહી ગયા, 4ના થયા મોત

41
0

દુર્ગા વિસર્જનનો પ્રસંગ બંગાળના કેટલાંક પરિવારો માટે દુઃખના સમાચારો લઈને આવ્યો. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં મોટી દુર્ઘટના ઘટી. માલબજારમાં આવેલી માલ નદીમાં દુર્ગા વિસર્જન દરમિયાન મળેલાં કરુણ સમાચારોએ સ્થિતિ ગમગીન બનાવી દીધી. અહીંની માલ નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં અનેક લોકો નદીમાં વહી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. 40-50 હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલ બજારમાં મોટો અકસ્માત.

નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે દુર્ગા વિસર્જન માટે 20 થી 25 જેટલા લોકો ગુમ થયા છે.અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માલ નદીમાં દુર્ગા મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક માલ નદીમાં પાણીનું સ્તર વધવા લાગ્યું. નદીમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા આવેલા લોકોમાંથી 40 થી 50 જેટલા લોકો પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા.

જ્યારે કેટલાકને નજીકમાં ઉભેલા લોકોએ બચાવી લીધા હતા. હાલમાં વહીવટી તંત્રની તત્પરતાના કારણે જેસીબીની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પહાડ પરથી પાણી ઝડપથી વહી રહ્યું હોવાથી લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જલપાઈગુડીના ડીએમ મૌમિતા ગોદારા બસુ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ઘાયલોને માલ સુપર સ્પેશિયાલિટી અને માલ વિભાગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે માલ નદી એક પહાડી નદી છે. નદીના પાણીના સ્તરમાં વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે એકથી બે મિનિટમાં પાણી લોકો સુધી પહોંચી ગયું હતું.

આનાથી વહીવટીતંત્ર અને લોકોને સંભાળવાની તક મળી ન હતી. મળતી માહિતી મુજબ નદીની બીજી બાજુથી 13 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માત બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ વહીવટીતંત્રની વ્યવસ્થાને અપૂરતી ગણાવી હતી. સાથે જ રાત્રીના અંધારામાં બચાવ કાર્ય કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. નદી પાસે ઉભેલા લોકોમાં ગભરાટનો માહોલ છે. પોલીસ, NDRFની ટીમ અને સિવિલ ડિફેન્સ બચાવ કાર્યમાં લાગેલા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા, 21 દિવસ સુધી કર્ણાટકમાંથી પસાર થશે યાત્રા
Next articleદશેરાના દિવસે અમદાવાદીઓ ફાફડા લેવા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા