Home મધ્ય ગુજરાત અમદાવાદ દશેરાના દિવસે અમદાવાદીઓ ફાફડા લેવા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા

દશેરાના દિવસે અમદાવાદીઓ ફાફડા લેવા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા

39
0

દશેરાના દિવસે ફાફડા-જલેબી માટે શહેરમાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. એક વેપારીના જણાવ્યા મુજબ શહેરમાં 500 કરોડની કિંમતના 1 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થયું છે. આશ્રમ રોડ, એસજી હાઈવે, વિજય ચાર રસ્તા સહિતની જાણીતી દુકાનો પર લોકોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી.

જુદા જુદા વિસ્તારમાં ફાફડા જલેબીની ખરીદી માટે લોકોને ઓછામાં ઓછો 1 કલાક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. દશેરાના એક દિવસ પહેલા એટલ કે રાતથી લોકોએ ગરબા રમીને રાત સુધી ફાફડા જલેબની જયાફત ઉડાવી હતી. જ્યારે દશેરાએ સવારથી લોકોએ ખરીદી માટે ઉમટી પડ્યાં હતા.

રો-મટીરિયલ મોંઘું થતાં દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. ઈન્કમટેકસ ખાતે આવેલા ઓસ્વાલ સ્વીટમાં સવારથી દશેરાની રાત સુધી લોકોની ભીડ રહી હતી. જલેબી-ફાફડાના ભાવમાં થયેલા વધારા પાછળ રો-મટીરિયલ તેમજ લેબરના ભાવમાં થયેલા વધારો એક કારણ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો વહી ગયા, 4ના થયા મોત
Next articleઅમદાવાદમાં પતિએ ચારિત્ર પર શંકા કરતા પત્નીએ કર્યો આપઘાત