Home દુનિયા - WORLD ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ

ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ

11
0

(GNS),14

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું. એરપોર્ટ બહાર ભારતયી મૂળાના લોકો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાને તમામને મળીને આભાર વ્યક્ત કર્યો. ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને કહ્યું ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ છે. ભારત અને ફ્રાંસની મિત્રતા અતૂટ છે. પેરિસમાં લા સીન મ્યુઝિકલમાં PMએ સંબોધન કર્યું. તેમણે કહ્યું ફ્રાન્સની ફીફામાં જીતને ભારતે ઉજવી હતી. જોકે હું અહીં આવ્યો એટલે મને ઘર જેવું લાગ્યું. અહીંના દ્રશ્યો અદભૂત છે. ત્યાના લોકોને સંબોધતા કહ્યું તમને મળવાનો અવસર આપવા બદલ આભાર માનું છું. ભારતીયો દરેક જગ્યાએ મિની ઈન્ડિયા બનાવી લે છે તેવું તેને જણાવ્યુ.. જોકે ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ છે.

વિકાસની વાત કરતાં પેરિસમાં વસતા ભારતીયોને તેમણે કહ્યું ભારત તેજ ગતિથી વિકાસના રસ્તે આગળ વધે છે. 5 વર્ષોમાં ઘણાં સકારાત્મક પરિવર્તન થયા છે. તેમણે તેમની વાતને સમજાવવા ઉદાહરણ આપી કહ્યું તમે જાણો છો કે ગોલનો મતલબ શું હોય છે. હું ફૂટબોલ પ્રેમીઓના દેશમાં આવ્યો છું. ત્યારે ચોક્કસ ટીમ સ્પિરીટની ભાવનાથી લક્ષ્યો સાકાર કર્યા છે. દુનિયાએ 2030 સુધી ટીબી નાબૂદીનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત આ લક્ષ્ય 2025માં જ મેળવી લેશે તેવું વડાપ્રધાનએ જણાવ્યુ હતું. ગોલની વાત કરતાં તેમણે કહ્યું ભારતની ગરીબી દૂર કરવીએ અમારો ગોલ છે. ભારત સ્ટાર્ટઅપની દુનિયામાં ઘણું જ આગળ છે. દેશના અનેક કૂરિવાજોને રેડ કાર્ડ આપ્યાં હોવાની પણ તેમણે વાત કરી હતી. નવા ભારતમાં થાકવાનો, થોભવાનો સવાલ જ નથી તેવું નિવેદન મોદી એ આપ્યું. ખાસ કરીને ભારત-ફ્રાન્સની મિત્રતા વિષે વાત કરતાં કહ્યું. બંને દેશોનો 100 વર્ષનો ભાવનાત્મક સંબંધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૧૫-૦૭-૨૦૨૩)
Next articleવડાપ્રધાન મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઓફ ઓનર’થી સન્માનિત