Home દુનિયા - WORLD ફ્રાંસમાં દારૂ પીનારા લોકોની સંખ્યા 37% ઘટી ગઈ, કારણ ચોંકાવનારૂ

ફ્રાંસમાં દારૂ પીનારા લોકોની સંખ્યા 37% ઘટી ગઈ, કારણ ચોંકાવનારૂ

44
0

(જી.એન.એસ),તા.૨૩

ફ્રાંસમાં લોકો હવે દારૂ પીવાનું છોડી રહ્યા છે. દરરોજ દારૂ પીનારા લોકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. હવે દરરોજ દસમાંથી એક કે બે જ લોકો દારૂનું સેવન કરે છે. 2015 અને 2022 વચ્ચે દારૂના સેવનને આવરી લેતા એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 11 ટકા લોકોએ કહ્યું કે તેઓ દરરોજ દારૂ પીવે છે. દારૂના સેવન અંગેનો આ સર્વે દર પાંચ વર્ષે કરવામાં આવે છે. કોરોના મહામારીને કારણે લોકોમાં દારૂ પીવાનું વ્યસન નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. રિપોર્ટ અનુસાર, લોકો દારૂનું સેવન કરે છે, પરંતુ પહેલાની જેમ દર વખતે નહીં, પરંતુ ક્યારે ક્યારેક જ દારૂ પીવે છે. ડેટાએ દ્વારા સામે આવ્યું છે કે ફ્રાંસના યુવાનો વધુને વધુ દારૂથી દૂર જઈ રહ્યા છે. રોગચાળાને કારણે લોકોમાં દારૂ પીવાનું વ્યસન ઘટી ગયું છે. ખાસ કરીને યુવાનો વધુને વધુ દારૂથી દૂર જઈ રહ્યા છે..

સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનરેશન ગેપમાં વધારો થવાને કારણે યુવાનો દારૂ છોડી રહ્યા છે. વાસ્તવમાં, પ્રસંગોપાત દારૂ પીનારા મોટાભાગના લોકો યુવાન છે. પરંતુ હવે આ યુવાનો દારૂથી પોતાનું અંતર વધારી રહ્યા છે, લગભગ 37 ટકા ફ્રેન્ચ લોકો કાં તો દારૂ પીતા નથી અથવા તો માત્ર ખાસ પ્રસંગોએ જ દારૂ પીતા હોય છે. આની તુલના 19 ટકા લોકો સાથે કરવામાં આવી છે જેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય દારૂ પીતા નથી. આ સંખ્યા 2015ની સરખામણીમાં 15 ટકાથી વધુ છે. ઇપ્સોસ દ્વારા 2022ના ઉનાળામાં 3,513 લોકો વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો. નેશનલ કમિટી ઓફ વાઈન પ્રોફેશન્સ (CNIV)નું કહેવું છે કે 2015માં કરાયેલા અભ્યાસની સરખામણીએ રિપોર્ટમાં વાઈન પીનારાઓમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રકારનો સર્વે 1980માં પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો હતો, તે સમયે લગભગ અડધા ફ્રાંસ દરરોજ દારૂ પીતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ભારે ઘટાડો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિદેશી લોકોમાં ભારતની ત્રણ વ્હિસ્કીની ભારે ડિમાન્ડ
Next articleડંકી ફિલ્મમાં પાંચ બાબતોમાં રાજકુમાર હિરાનીની છાપ સ્પષ્ટ દેખાય છે