Home વ્યાપાર જગત - BUSINESS ફોરેન ફંડોનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી...

ફોરેન ફંડોનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ યથાવત્…!!

42
0
Bull and bear , symbolic beasts of market trend.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૪૧.૨૩ સામે ૫૯૫૫૬.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૫૫૬.૯૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૮.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૮.૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૧૯.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૨૮.૦૦ સામે ૧૭૭૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૫૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૭.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૦૩.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં મળનારી મીટિંગમાં વ્યાજ દરમાં તીવ્ર મોટો વધારો કરવામાં આવશે એવા સંકેત અને અમેરિકી ડોલર અન્ય દેશોના ચલણો સામે નબળો પડયા સાથે વૈશ્વિક મંદીના ફફડાટમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટી આવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં આરંભિક આંચકા આવ્યા બાદ સેન્સેક્સ, નિફટી બેઝડ ઝડપી રિકવરી આવી હતી.  ઈન્ડેક્સ બેઝડ હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, રિયલ્ટી અને કંઝ્યુમર ડિક્શનરી શેરોમાં લેવાલી સાથે બીએસઇ સેન્સેક્સ ૫૭૮ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૧૭૫ વધીને બંધ રહ્યા હતા.

ફુગાવાને અંકુશમાં લેવાની કવાયત ચાલુ રાખીને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવાનું ચાલુ રહેવાના અહેવાલ સામે સ્થાનિક સ્તરે ફુગાવો સતત ઘટીને આવતાં અને ક્રુડ ઓઈલના તૂટતાં ભાવોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી કોર્પોરેટ ઈન્ડિયાની આગામી દિવસોમાં સારી કામગીરીની અપેક્ષાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં ઘટાડે ખરીદી કરતાં ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન અંદાજીત  રૂ.૩.૫૭ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૨૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, રિયલ્ટી અને કંઝ્યુમર ડિક્શનરી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૨ અને વધનારની સંખ્યા ૨૦૭૧ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ખાનગી અંતિમ વપરાશ ખર્ચ દર્શાવે છે કે અર્થતંત્રમાં માંગ નાણાકીય વર્ષ ૨૩ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૩.૫% વધી હતી અને તે કોરોના સમયગાળા પહેલાના નાણાકીય વર્ષ ૨૦ના સમાન સમયગાળા કરતાં ૧૦% વધુ છે. તેમ છતાં, વેપારીઓને વિશ્વાસ નથી કે માંગમાં વધુ તેજી આવશે કારણ કે રિટેલ ફુગાવો ઓગસ્ટમાં સતત આઠમા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મર્યાદાથી ઉપર રહ્યો હતો. ખાનગી ક્ષેત્ર આર્થિક દબાણને કારણે માંગ ચાલુ રાખવા અંગે વિશ્વાસ નથી રાખતું. ક્ષમતા નિર્માણ પર રોકાણ કરવાની ઓછી ઈચ્છા છે. આર્થિક નિષ્ણાંતોના મત મુજબ કંપનીઓ માંગ પ્રમાણે રોકાણ કરે છે. કોમોડિટીના ઊંચા ભાવ, ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને અસમાન માંગને કારણે કંપનીઓને મૂડી ખર્ચની યોજનાઓ મુલતવી રાખી રહી છે.

રિઝર્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા ઓબિક્સ સર્વે અનુસાર, નાણાકીય વર્ષ ૨૩ ના ચોથા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતાનો ઉપયોગ વધીને ૭૫.૩% થયો છે. જે તે જ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ૭૨.૪% હતો. ક્ષમતાના ઉપયોગના સ્તરે સતત ત્રણ ત્રિમાસિક ગાળામાં સુધારો દર્શાવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, કોરોના રોગચાળાને કારણે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને કારણે તે ઝડપથી ઘટીને ૪૭.૩% પર ઉતરી આવ્યો હતો. કોમોડિટીની અસમાન માંગ અને ભૌગોલિક રાજકીય દબાણને કારણે ઊ૧ નાણાકીય વર્ષ ૨૩ માં ક્ષમતાના ઉપયોગમાં થોડો ઘટાડો થયો હતો. જો નાણાકીય વર્ષ ૨૦ ના પૂર્વ કોરોના સમયગાળા સાથે સરખામણી કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૨ માં ક્ષમતાનો ઉપયોગ મિશ્ર હતો. ટર્નઓવર ટુ ગ્રોસ ફિકસ્ડ એસેટ્સ રેશિયો, જે ઉદ્યોગોના ક્ષમતા ઉપયોગના પ્રતિનિધિ છે, ૨૫ ક્ષેત્રોમાં નાણાકીય વર્ષ ૨૦ની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૨ માં ઘટાડો થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ, ટેલિકોમ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૩૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી સુધારો…!!
Next articleઅમદાવાદમાં યુવતીને દહેજ પેટે ૧૦ લાખની માગણી કરનારાં પતિ અને સાસુ સામે ફરિયાદ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.