(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૧
હાલમાં ફેસબુક દ્રારા માહીતીના દુરૂપયોગના મામેલે અને કેમ્બ્રિજ એનાલિટિકાએ કરેલા કાંડને કારણે ફેસબુક વિવાદોના ઘેરામાં છે ત્યારે ભારતના આઈટી પ્રધાન અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પણ સ્પષ્ટ શબ્દોમાં આ વિશે પગલા લેવાશેનું નિવેદન આપતા કોંગ્રેસ પણ રાતુચોળ થઈ ગયુ હતુ. ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને બીજા પક્ષો દ્વ્રારા કેમ્બ્રિજ એનાલિટિકા દ્વ્રારા ફેસબુક યુર્ઝર્સના ડેટાનો મિસયુઝ કરી શકવાની બાબતને લઈને વિવાદ થયો છે. ફેસબુકના પાંચ કરોડ સભ્યો સાથે જોડાયેલી માહીતિના દુરૂપયોગનો આરોપ કેમ્બ્રિજ એનાલિટિકા ઉપર લાગ્યો છે. આ મુદ્દે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકાએ ચૂંટણીને હની ટ્રેપ અને ફેક ન્યૂઝથી પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ ભારત, નાઈઝિરીયા જેવાં દેશોમાં કામ કર્યું છે અને અમે પ્રેસની આઝાદીનું પૂરું સમર્થન કરીએ છીએ. હું કાયદા અને આઈટી મંત્રી તરીકે જણાવી રહ્યો છું કે સોશિયલ મીડિયા જેમાં ફેસબુક સામેલ છે તેનો દુરૂપયોગ કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાની વાતને અમે સહન નહીં કરીએ કે મંજૂરી પણ નહીં આપીએ.
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, “જો જરૂર પડશે તો ફેસબુક જેવાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સામે પણ મોટી કાર્યવાહી કરીશું.” જો કે તેઓએ કહ્યું કે સરકાર મીડિયાની સ્વતંત્રતા, બોલવાની આઝાદીનું સમર્થન કરે છે સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિચારોના આદાન-પ્રદાનને પણ સમર્થન કરે છે. રવિશંકરે કહ્યું કે, “એવા સમાચારો છે કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખોટી રીતે રાહુલના ફોલોઅર્સ વધારવામાં આવ્યાં છે. આ માત્ર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો સવાલ નથી, પરંતુ આ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો અને આપણાં દેશના લોકતંત્રિક મૂલ્યનો છે. અમે સોશિયલ મીડિયા પર કોઈ જ અંકુશ મુકવા નથી માંગતા. જેનાથી દેશના દરેક નાગરિકને અમને સીધો સવાલ કરવાનો અધિકાર મળ્યો છે. પરંતુ સોશિયલ મીડિયાનો દુરૂપયોગ અને તે પણ વિદેશી કંપનીઓની મદદથી તે મંજૂર નથી.” જો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પરના આક્ષેપને પક્ષે ફગાવ્યો છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ સંબોધી પ્રમોશન માટે કોંગ્રેસે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લીધી નથી. ભાજપ ખોટો એજન્ડા ચલાવે છે તેવો જવાબ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક તેના યૂઝર્સના અંગત ડેટા ચોરીને લઈને વિવાદોમાં સપડાયું છે. ફેસબુકના લગભગ ૫ કરોડ યૂઝર્સના ખાનગી જાણકારીઓ લીક થઈ હોવાનો દાવો કરવામાં આવે છે. આ કામ પાછળ કેમ્બ્રિજ એનાલિટિકા નામની બ્રિટિશ કંપની હોવાનું કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી પ્રચાર દરમિયાન આ એજન્સીની સેવા લઈ ચુક્યા છે.
ભાજપે વિવાદાસ્પદ ડેટા ફર્મ સાથેના સંબંધ અંગે કોંગ્રેસ પર દોષારોપણ કર્યું છે, પરંતુ કોંગ્રેસે વળતો પ્રહાર કરતાં દાવો કર્યો છે કે બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા કોંગ્રેસે નહીં પણ ભાજપે જ લીધી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એજન્સીની વેબસાઈટ પરથી મળેલી માહિતીને આધારે જણાવ્યું છે કે ૨૦૧૦માં બિહારમાં ચૂંટણી વખતે ભાજપે આ એજન્સીની સેવા લીધી હતી. તે સમયે ભાજપે જનતા દળ-યુનાઈટેડ (જદ-યુ) સાથે જોડાણ કર્યું હતું.
થોડાક જ કલાક અગાઉ કેન્દ્રના કાયદાપ્રધાન રવિન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે ૨૦૧૯ના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટિકાને જવાબદારી સોંપી હતી. તેની પર લાંચ લેવા, સેક્સ વર્કર્સ પૂરા પાડવા અને ફેસબુક પરથી ડેટા ચોરીના ગંભીર આક્ષેપો મુકાયા છે.
સુરજેવાલાએ જણાવ્યું હતું કે ભાજપની ફેક ન્યૂઝ ફેકટરીએ આજે વધુ એક ઉપજાવી કાઢેલા સમાચાર તૈયાર કર્યા છે. લાગે છે કે ફેક સ્ટેટમેન્ટ, ફેક પ્રેસ કોન્ફરન્સ અને ફેક એજન્ડા ભાજપ અને તેના લોલેસ કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદની ઓળખ બન્યા છે. કોંગ્રેસે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની સેવાઓ લીધી જ નથી.
સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ જ કાયદાપ્રધાનના સમયમાં અનેક ગંભીર મુદ્દાઓ ચગ્યા છે પરંતુ જવાબ માટે કોઈ જ સામે આવ્યું નથી. છોટા મોદી નાસી જતાં કાયદાપ્રધાનને જવાબ આપવો ન પડે તે માટે આ બધું થઈ રહ્યું છે. દલિતો અને આદિવાસીઓના અધિકારો પર અતિક્રમણ થયું છે. તેનાથી કાયદાપ્રધાન દૂર રહેવા માગે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.