રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૦૨.૫૭ સામે ૬૧૧૧૨.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૬૦૭.૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૩.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૧.૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૬૯૧.૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૫૧.૦૦ સામે ૧૭૯૬૫.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૩૫.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૬૨.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અદાણી ગ્રુપ મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારના બંધ કવરમાં કમિટીના પ્રસ્તાવ મામલે કરેલા સૂચનને ફગાવતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૩માં વધુ ત્રણ વ્યાજ દરમાં વધારો થવાની ગોલ્મેન સેશ દ્વારા કરાયેલી આગાહી સાથે ગુગલ ઈન્ડિયા દ્વારા ૪૦૦ કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવતાં બેરોજગારીની ચિંતા વધતાં ભારતીય શેરબજારોમાં ફરી સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. વર્ષ ૨૦૨૪માં આવી રહેલી લોકસભા ચૂંટણી પૂર્વે દેશમાં રાજકીય મોટી ઉથલપાથલ કરવા વિદેશી ફંડિંગ થઈ રહ્યાના આક્ષેપો વચ્ચે આજે ફંડોએ સાવચેતીમાં ઘણાં શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. ખાસ બેંકિંગ – ફાઈનાન્સ ક્ષેત્રે લોનો ડૂબવાનું જોખમ ફરી વધવાના ભયે બેંકિંગ – ફાઈનાન્સ તેમજ ઓઈલ એેન્ડ ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું.
આ સાથે વિશ્વ વિખ્યાત અગ્રણી ઈન્વેસ્ટર – ધનપતિ જ્યોર્જ સોરોસ દ્વારા ભારત વિરૂધ્ધ ફરી વિવાદાસ્પદ નિવેદનમાં ભારતમાં વર્તમાન સરકારમાં લોકશાહી સામે સવાલ ઉઠાવાતાં રાજકીય મામલો ગરમાતાં અને બીજી તરફ એનર્જી, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે યુટિલિટીઝ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ અને પાવર શેરોમાં વેચવાલીએ બીએસઈ સેન્સેક્સ અંતે ૩૧૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૯૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૫.૯૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક ઓટો અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૮ અને વધનારની સંખ્યા ૧૩૯૧ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ૧૦ ફેબ્રુઆરીના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશના ફોરેકસ રિઝર્વમાં ૮.૩૧ અબજ ડોલરનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય ઈક્વિટીઝ બજારમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે રૂપિયામાં સ્થિરતા જાળવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મની માર્કટમાં દરમિયાનગીરીને કારણે આ ઘટાડો થયાનું જણાય છે. ૧૦ ફેબ્રુઆરીના સપ્તાહના અંતે ફોરેકસ રિઝર્વ સતત બીજા સપ્તાહમાં ઘટી ૫૬૬.૯૪ અબજ ડોલર રહ્યું હતું. ફોરેકસ રિઝર્વમાં ૧૧ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. રિઝર્વનો ૫૬૬.૯૪ અબજ ડોલરનો આંક એક મહિનાની નીચી સપાટીએ છે.
અમેરિકામાં રોજગારના મજબૂત આંકડાને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો ચાલુ શકયતાથી રૂપિયા પર વધુ દબાણ નકારી શકાય એમ નથી. આ માટે જ રિઝર્વ બેન્ક દ્વારા ડોલરનું વેચાણ કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દેશનું ગોલ્ડ રિઝર્વ પણ ૯૧.૯૦ કરોડ ડોલર ઘટી ૪૨.૮૬ અબજ ડોલર રહ્યું હતું. ૧૦ ફેબ્રુઆરીના સમાપ્ત થતાં છેલ્લા એક વર્ષમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાંથી અંદાજીત ચાર અબજ ડોલર પાછા ખેંચી લીધા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.