Home દુનિયા - WORLD ફીફા વર્લ્ડ કપમાં હાર બાદ ફ્રાન્સમાં ફાટી નીકળ્યા તોફાનો, ફ્રાન્સમાં પોલીસ...

ફીફા વર્લ્ડ કપમાં હાર બાદ ફ્રાન્સમાં ફાટી નીકળ્યા તોફાનો, ફ્રાન્સમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ

59
0

આર્જેન્ટીના ફૂટબોલનો બાદશાહ બની ગયો છે. રવિવારે રાતે રમાયેલા ફિફા વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં આર્જેન્ટીનાએ ફ્રાન્સ 4-2થી હરાવી દીધુ. બંને ટીમો વધારાના સમય બાદ 3-3ની બરાબરીએ હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ થયો. પરંતુ આર્જેન્ટીના સામે ફ્રાન્સની હાર થતા ફ્રાન્સમાં તોફાનો ફાટી નીકળ્યા. હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. તેમણે ગાડીઓને આગ લગાવી દીધી અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યા. દેખાવકારોને વેર વિખેર કરવા માટે પોલીસે તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા. પેરિસ, લિયોન અને નીસ જેવા શહેરોમાં ફૂટબોલ ફેન્સે ખુબ તાંડવ મચાવ્યું. ધ સનના રિપોર્ટ મુજબ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું.

દેખાવકારોએ આગચંપીની સાથે સાથે ગાડીઓમાં તોડફોડ પણ કરી. હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ ફાઈનલ જોવા માટે ફ્રાન્સના અલગ અલગ શહેરોના રેસ્ટોરન્ટ અને બારમાં ભેગા થયા હતા. જો કે પેરિસ સહિત અને શહરોએ મોટી સ્ક્રીન પર મેચનું પ્રસારણ કરવાની ના પાડી દીધી હતી. ફેન્સને આશા હતી કે ફૂટબોલ જગતનો નવો બાદશાહ ફ્રાન્સ જબનશે. પરંતુ મુકાબલામાં બંન ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને મુકાબલો પેનલ્ટી શૂટઆઉટમાં ગયો. જ્યાં લિયોનલ મેસ્સીની આર્જેન્ટીના સામે ફ્રાન્સ 4-2થી હારી ગયું. ત્યારબાદ ફેન્સે કાબૂ ગુમાવ્યો અને અનેક શહેરોમાં તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ.

લિયોનમાં હિંસા ભડકી ગઈ અને ત્યારબાદ રાયોટ્સ પોલીસે પ્રદર્શનકારી ફેન્સ પર ટીયર ગેસના સેલ છોડ્યા. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે પેરિસ અને લિયોનના રસ્તાઓ પર મચેલી બબાલના વીડિયો પણ શેર કર્યા છે. જેમાં પોલીસના ટીયર ગેસના સેલથી લોકો ભાગતા નજરે ચડે છે. રિપોર્ટ મુજબ પોલીસે પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો પણ કર્યો. લિયોન શહેરમાં પોલીસે ડઝન જેટલા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. જ્યારે નીસ શહેરમાં પણ હિંસા થઈ. અહીં ઈમરજન્સી વાહનોએ ભડ ભડ બળતી કચરાપેટી પર થઈને જવું પડ્યું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાપીના સલવાવ હાઈવે પર સર્વિસ રોડ પર ઉભેલી ટ્રકમાં અચાનક આગ લાગતા મચી દોડધામ
Next articleચીનમાં ફરી આવશે તબાહી!.. કોરોનાની તબાહીને લઈને નિષ્ણાંતોએ આપી દુનિયાભરને ચેતવણી