Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘રેડ 2’માં રિતેશ દેશમુખ વિલનના રોલમાં જોવા મળશે

ફિલ્મ ‘રેડ 2’માં રિતેશ દેશમુખ વિલનના રોલમાં જોવા મળશે

23
0

(જી.એન.એસ),તા.૧૨

રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી ‘રેડ 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રિતેશ દેશમુખ વિલનના રોલમાં હશે. બંને પહેલા પણ સાથે જોવા મળ્યા છે. આ પહેલા બંને કલાકારો ઈન્દ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં કોમેડી કરતા જોવા મળ્યા હતા, ત્યારે ‘રેડ 2’માં બંનેનો રોલ ‘ટોટલ ધમાલ’ કરતા બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં બંને પાત્રો એકબીજા સાથે આમને સામને જોવા મળશે. રિતેશ દેશમુખ વિલનનો રોલ પ્લે કરવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

અજય વર્સેસ રિતેશની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેનું શૂટિંગ એક-બે રાજ્યોમાં નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટા પાયે થવાનું છે. આ ફિલ્મમાં અજય સાથે વાણી કપૂર ફીમેલ લીડમાં હશે. ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. ‘રેડ 2’ અજયની આ વર્ષની બીજી મોટી સિક્વલ ફિલ્મ છે.

રિતેશ દેશમુખની વાત કરીએ તો તેને વર્ષ 2000માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેને ‘ટોટલ ધમાલ’, ‘હાઉસફુલ’, ‘હે બેબી’, ‘હમશકલ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં તેની એક્ટિંગ પણ જબરદસ્ત હતી. કોમેડી, રોમાન્સ અને પોઝિટિવ રોલ સિવાય તેણે નેગેટિવ રોલમાં પણ પોતાની ઓળખ બનાવી છે. રિતેશ 2014ની ફિલ્મ ‘એક વિલન’ અને ‘મરજાવાં’માં પડદા પર ખૂબ જ સારી રીતે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. હવે તે અજય દેવગનની ફિલ્મમાં પણ વિલનનો રોલ પ્લે કરવા જઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ ખુરશી પકડીને બેસી રહેવા મજબુર કરી દેશે
Next articleપંચાયત-3 15 જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે