Home મનોરંજન - Entertainment ફિલ્મ મેજરના એક્ટર અદિવી શેષ તેની ફિલ્મને મળેલી સફળતાથી ખુશ

ફિલ્મ મેજરના એક્ટર અદિવી શેષ તેની ફિલ્મને મળેલી સફળતાથી ખુશ

58
0

(જી.એન.એસ),તા.૧૪
મુંબઈ
ભારતીય સેનાના મેજર સંદિપ ઉનીક્રિષ્નનની લાઈફ પર બેઝડ ફિલ્મ ‘મેજર’ વર્ષ ૨૦૦૮માં મુંબઈ પર થયેલ આતંકી હુમલા દરમિયાન તેમના પરાક્રમ અને બહાદુરી પર આધારિત છે. જેમાં તેમણે અનેક લોકોનું જીવન બચાવવાની સાથે તેમની જીંદગીનું બલિદાન આપ્યું હતું. એક્ટર અદિવી શેષ તેની ફિલ્મને મળેલી સફળતાથી ખુશ છે. અદિવીએ આ ફિલ્મમાં મેજર સંદિપનું કિરદાર નિભાવ્યું હતું અને આ ફિલ્મ તેલુગુ અને મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલિઝ થઈ હતી. આ ફિલ્મે ૧૦ દિવસમાં દુનિયાભરમાં લગભગ ૫૩ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મના હિન્દી વર્ઝનને મળેલા પોઝિટિવ રિસ્પોન્સ પર અદિવીએ કહ્યું હતું કે, મારી માતા મૂવી જાેઈને ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેને મારી એક્ટિંગ ગમી હતી. તેણે ‘મેજર’ને મારા કરિયરની સૌથી બેસ્ટ ફિલ્મ ગણાવી છે અને આ મારા માટે ગૌરવભરી ક્ષણ છે. અમારી ફિલ્મ હિન્દી બેલ્ટ માટે નવી હતી અને અમને વિશ્વાસ નહોતો કે આ ફિલ્મ નોર્થ સર્કિટમાં સારું પ્રદર્શન કરશે. મને દિલ્હી, ઉત્તર પ્રદેશ, કોલકત્તાની સાથે અનેક જગ્યાએથી પ્રશંસાના ફોન આવ્યા છે. મને એક ૯ વર્ષના બાળકનો ફોન આવ્યો ત્યારે હું ખૂબ જ ઈમોશનલ થઈ ગયો હતો. તેણે ફિલ્મનું હિન્દી વર્ઝન જાેયું અને ત્યારબાદ તેણે ભવિષ્યમાં આર્મીમાં જાેડાઈ દેશની સેવા કરવાની ભાવના જણાવી. આ વાત અમારી ફિલ્મ માટે સૌથી મોટો કોમ્પ્લીમેન્ટ છે. અદિવીએ ઉમેર્યું હતું કે, આ ફિલ્મ મેજર સંદિપને આપણા સૌનું ટ્રિબ્યુટ છે. ફિલ્મ દ્વારા અમે સૌને તેમની મહાન કહાની બતાવવા ઈચ્છતા હતા. જેમાં અમે સૌ સફળ થવા હોઈએ તેમ લાગી રહ્યું છે. મહેશબાબુ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ ‘મેજર’ના હિન્દી વર્ઝનને મળેલા પ્રેમથી સમગ્ર ફિલ્મની ટીમ ખુશ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાગુ કરાશે
Next articleસંજયલીલા ભણસાલીની હીરામંડીમાં રેખા હિસ્સો બની શકે છે