Home મનોરંજન - Entertainment ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ હજુ આઉટસાઈડર જ છે : મનોજ બાજપેયી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ હજુ આઉટસાઈડર જ છે : મનોજ બાજપેયી

28
0

(GNS),28

મનોજ બાજપેયી અને શાહરૂખ ખાનની મિત્રતા ઘણી જૂની છે. દિલ્હીમાં કોલેજના દિવસો દરમિયાન તેઓ ખૂબ સારા મિત્રો હતા. વર્ષો બાદ શાહરૂખે બોલિવૂડના કિંગ તરીકેની ઓળખ ઊભી કરી છે, જ્યારે મનોજની ગણતરી ટોચના ઉત્તમ એક્ટર્સમાં થાય છે. મનોજ બાજપેયીનું માનવું છે કે, તેમની જેમ શાહરૂખ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આઉટસાઈડર છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘સત્યા’ જેવી ફિલ્મોથી જાણીતા બનેલા મનોજે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીને ગળે લગાવી દીધી છે. લોકો હજુ પણ મનોજને આઉટસાઈડર્સ કહે છે અને આ બાબત પોતાના માટે કોમ્પલિમેન્ટ્સ હોવાનું મનોજ મો છે. વધુમાં મનોજનું માનવું છે કે, શાહરૂખ ખાન પણ આઉટસાઈડર જ છે. મનોજે કહ્યું હતું કે, શાહરૂખે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે અને તેના કારણે ઈનસાઈડર્સ પણ તેની નજીક રહેવા માગે છે.

મનોજે શાહરૂખ સાથેની મિત્રતા અંગેના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, શાહરૂખ તેમના કરતાં સારા દેખાય છે અને પહેલેથી જ ચાર્મિંગ છે. તે દિવસોમાં પણ લોકો કહેતા હતા કે, મનોજ ખૂબ ટેલેન્ટેડ છે. જો કે તેમને શાહરૂખ સાથે જ રહેવાનું વધારે ગમતુ હતું. શાહરૂખ સાથેની મિત્રતાના યાદગાર પ્રસંગ અંગે મનોજે જણાવ્યું હતું કે, પહેલી વાર તેમને ડિસ્કોથેક બતાવનારા શાહરૂખ હતા. તે દિવસોમાં મનોજ પાસે બૂટ ખરીદવાના પૈસા પણ ન હતા. પગમાં માત્ર ચંપલ હતા અને કોઈ રીતે બૂટ મેનેજ કરીને તેઓ ડિસ્કોથેકમાં ગયા હતા. મનોજ બાજપેયીએ ઓટીટી પર આગવું વર્ચસ્વ ઊભું કર્યું છે. પોપ્યુલર વેબ સિરીઝ ફેમિલી મેન બાદ તેમની ફિલ્મ સિર્ફ એક બંદા કાફી હૈ ઓટીટી પર રિલીઝ થઈ છે. આ વખતે પણ મનોજના પરફોર્મન્સના ભરપૂર વખાણ થઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅદા શર્માએ વિદ્યુત જામવાલ સાથે કમાન્ડો 4નું શૂટિંગ શરૂ કર્યું
Next articleફેન્ચાઇઝીએ આ પ્લેયરો પર કરોડો લૂંટાવ્યા પણ એક મેચ રમવા ન મળી