Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ

ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ

16
0

(જી.એન.એસ) તા. 13

નવી દિલ્હી,

બળાત્કાર અને પોક્સો ધારાનાં કેસોનાં ઝડપી નિકાલ માટે વિશિષ્ટ પોક્સો અદાલતો સહિત ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો (FTSC)ની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના ઓક્ટોબર, 2019માં પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ફોજદારી કાયદો (સંશોધન) ધારો, 2018 અને માનનીય સુપ્રીમ કોર્ટ (સુઓ મોટો રિટ (ફોજદારી) નં. 1/2019)નો આદેશ સામેલ છે. આ યોજનાને બે વખત લંબાવવામાં આવી છે, જેમાં 790 અદાલતોની સ્થાપનાને લક્ષ્યાંકિત કરીને 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. 31.12.2024 સુધી ઉચ્ચ અદાલતો પાસેથી પ્રાપ્ત થયેલા ઇનપુટ મુજબ, 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 406 વિશિષ્ટ પોક્સો અદાલતો (e-POCSO) સહિત 747 એફટીએસસી કાર્યરત છે. આ અદાલતોએ 31.12.2024 સુધીમાં બળાત્કાર અને પોક્સો ધારાના આશરે 3,00,000 કેસોનો નિકાલ કર્યો છે. પરિશિષ્ટમાં છેલ્લાં પાંચ વર્ષમાં કાર્યરત એફટીએસસીની વર્ષવાર અને રાજ્યવાર વિગતો પ્રદાન કરવામાં આવી છે.

પરિશિષ્ટ

ક્રમ નંબરરાજ્ય/UTનું નામFTSCની સંખ્યા  (ડિસેમ્બર 2020 સુધી)FTSCની સંખ્યા (ડિસેમ્બર 2021 સુધી)FTSCની સંખ્યા (ડિસેમ્બર 2022 સુધી)FTSCની સંખ્યા (ડિસેમ્બર 2023 સુધી)FTSCની સંખ્યા (ડિસેમ્બર 2024 સુધી)
1આંધ્રપ્રદેશ810141616
2આસામ715171717
3બિહાર4545454646
4ચંડીગઢ11111
5છત્તીસગઢ1515151515
6દિલ્હી016161616
7ગોવા00111
8ગુજરાત3535353535
9હરિયાણા1616161616
10હિમાચલ પ્રદેશ36666
11જમ્મુ એન્ડ કાશ્મીર04444
12ઝારખંડ2022222222
13કર્ણાટક1418303130
14કેરળ2328525455
15મધ્ય પ્રદેશ6667676767
16મહારાષ્ટ્ર253439196
17મણિપુર02222
18મેઘાલય05555
19મિઝોરમ03333
20નાગાલેન્ડ01111
21ઓડિશા1536444444
22પુડ્ડુચેરી00011
23પંજાબ312121212
24રાજસ્થાન4545454545
25તમિલનાડુ1414141414
26તેલંગાણા1925343636
27ત્રિપુરા33333
28ઉત્તર પ્રદેશ218218218218218
29ઉત્તરાખંડ44444
30પશ્ચિમ બંગાળ00036
 કુલ599700765757747

આ માહિતી કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field