Home Uttarakhand ફસાયેલા 41 કામદારોને બચાવવા ટનલમાં વધુ 32 મીટર સુધી અંદર પહોંચી પાઈપ

ફસાયેલા 41 કામદારોને બચાવવા ટનલમાં વધુ 32 મીટર સુધી અંદર પહોંચી પાઈપ

24
0

ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાયા

(જી.એન.એસ),તા.૨૨

સિલ્ક્યારા-ઉત્તરાખંડ

ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. બચાવ કામગીરીના ભાગરૂપે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રિલિંગ દ્વારા પાઇપ 32 મીટર વધુ ટનલમાં ઊંડે પહોંચી ગઈ છે. 11 દિવસથી અંદર ફસાયેલા 41 મજૂરો માટે રસ્તો તૈયાર કરવા માટે અમેરિકન ઓગર મશીન વડે, ગઈ મોડી રાત્રીથી ડ્રિલિંગ શરૂ કરાયું હતું..

અગાઉ ડ્રિલિંગ દરમિયાન અમેરિકન ઓગર મશીન કોઈ સખત વસ્તુ સાથે અથડાતાં ડ્રિલિંગનું કામ બંધ થઈ ગયું હતું. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સેક્રેટરી અનુરાગ જૈને કહ્યું કે જો હવે બધું બરાબર રહેશે તો બે દિવસમાં કામદારો બહાર આવી જશે. ટનલમાં જ્યા ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે તે ઘટનાસ્થળે 4 એમ્બ્યુલન્સ હાજર છે. વિવિધ જિલ્લામાંથી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી છે. ઉત્તરકાશીની જિલ્લા હોસ્પિટલને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે..

મેજર નમને કહ્યું કે, બીઆરઓના ટૂંકા નામે ઓળખાતા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને વર્ટિકલ ડ્રિલિંગ માટે એક્સેસ રોડ બનાવ્યો છે. 1150 મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે. મશીનો ટનલ જ્યા ખોદવામાં આવે છે તે પર્વતીય જગ્યાની ઉપર ગયા છે. વર્ટિકલ ડ્રિલિંગ માટે બારકોટ બાજુથી 5 કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. બચાવ કાર્યકરોએ પણ ટનલના વાડના છેડે બે વિસ્ફોટ કર્યા, કામદારોને બચાવવા માટે બીજી ટનલ ડ્રિલ કરવાની પ્રક્રિયા શરૂ કરી..

રાત્રે ટનલમાં ફસાયેલા કામદારો માટે પુલાવ, વટાણા-ચીઝ અને બટર સાથેની બ્રેડ પાઈપ દ્વારા મોકલવામાં આવી હતી. આ ખોરાક ડૉક્ટરની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. આ માહિતી રસોઈયા સંજીત રાણાએ આપી છે. તેમણે જણાવ્યું કે, આ ભોજન ઓછા તેલ અને મસાલા સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. કામદારોને કુલ 150 ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન તેમને ફળો મોકલવામાં આવ્યા હતા..

અગાઉ, ટનલમાં ફસાયેલા કામદારોની સ્થિતિ જાણવા માટે છ ઇંચની પાઇપલાઇન દ્વારા એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરા મોકલવામાં આવતા હતા. આ કેમેરાની મદદથી કામદારોની સ્થિતિ વિશે માહિતી મેળવવામાં આવી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યો છે. વીડિયોમાં કામદારો એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 12 નવેમ્બરના રોજ, નિર્માણાધીન 4 કિલોમીટર લાંબી સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડ્યો, જેના કાટમાળમાં 41 જેટલા કામદારો ફસાઈ જવા પામ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન
Next articleUNSCમાં ભારતે વિશ્વને ચીનની દેવાની જળમાં ન ફસાવાની સુચના આપી