Home ગુજરાત ગાંધીનગર ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને 1 કરોડ નો ચેક અર્પણ કરવામાં...

ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને 1 કરોડ નો ચેક અર્પણ કરવામાં આવ્યો 

19
0

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

પોતાની ફરજ (ડ્યુટી) દરમિયાન પોલીસકર્મીઓના મૃત્યુના કિસ્સામાં બેંકો મોટી રકમનો અકસ્માત વીમો ઓફર કરવામાં આવે છે જેમાં દેશમાં સૌથી વધુ શાખાઓ ધરાવતી એસબીઆઈ દ્વારા  અકસ્માત વીમાના પોલીસ સેલરી પેકેજ ક્લોઝ (પીએસપી) હેઠળ અકસ્માત વીમાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ પોલીસકર્મી ડ્યુટી દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો પહેલા એસબીઆઈ 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપતી હતી, પરંતુ હવે એસબીઆઈ પણ અન્ય બેંકોની જેમ 1 કરોડ રૂપિયા સુધીનું વળતર આપી રહી છે.

અમદાવાદની હદમાં આવેલા કણભા પોલીસ સ્ટેશનની હદમાં મહિનાઓ પહેલા તસ્કરની કારની ટક્કરથી મૃત્યુ નિપજતા એએસઆઈ બળદેવભાઈ એમ. ગાંધીનગર ડીજીપી કચેરી ખાતે ડીજીપી દ્વારા નિનામાના પરિવારને રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરજ પર શહીદ થયેલા પોલીસકર્મીઓને 1 કરોડ રૂપિયાની જંગી રકમ આપી છે. આ પ્રસંગે એસબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મૃતક બળદેવભાઈ એમ. નિનામા 1992થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ ફરજ બજાવતા બલદેવભાઈ નિનામા અકસ્માત સમયે કણભા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરતાં બળદેવભાઈનું મોત થયું હતું અને અન્ય એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતક બળદેવભાઈનું એસબીઆઈમાં ત્રણ દાયકાથી પગાર ખાતું હતું.

આપને જણાવી દઈએ કે, સીજીમ, ક્ષિતિજ મોહન, મિથલેશ કુમાર, (સીજીમ, બીએન્ડઓ) અને પંકજ કુમાર, (એજીએમ એએઓ – 1),  દ્વારા શ્રી વિકાસ સહાય, ડીજીપી ગુજરાત સાથેજ અન્ય સિનિયર પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્વ. બલદેવભાઈ નિનામાના નોમિનીને રુપિયા એક કરોડની રકમનો ચેક ગાંધીનગરમાં ડીજીપી ઓફિસ ખાતે સોંપવામાં આવ્યો છે. તેમજ પોલીસ અધિકારી કહ્યું હતું કે, આ સમાધાન અમારા બહાદુર કર્મચારીઓના પરિવારોને ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઊભું છે જેઓ અમારા સમુદાયોની સેવા અને રક્ષણ માટે તેમનું જીવન સમર્પિત કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગરની મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરી
Next articleકોમેડિયન ભારતી સિંહે પરિવાર સહિત કર્યા માં અંબાના દર્શન, કરાવી બાળકની મુંડન વિધિ