Home મધ્ય ગુજરાત અમદાવાદ ફરજનો સમય પૂરો થયા બાદ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની...

ફરજનો સમય પૂરો થયા બાદ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની વહારે આવી પરિવારે સાથે મિલન કરાવ્યું

27
0

(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

માનવતાની મહેક, પોલીસ સમાજ નો ખરો મિત્ર

અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખુબજ સરાહનીય કિસ્સો જોવા મળ્યો હતો જેમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે સમાજ નો ખરો મિત્ર પોલીસ છે તે સાર્થક કરી બતાવ્યું હતું.

લોકસભા ચૂંટણી ની સતત 48 કલાકની ફરજ બજાવ્યા બાદ રાત્રે નવ વાગ્યા આસપાસ ઇસનપુર પોલીસ સ્ટેશન ના એક પોલીસકર્મી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા જે દરમ્યાન મણિનગર ભૈરવનાથ રોડ પાસે મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીકમાં એક માસૂમ, નાની ત્રણ વર્ષની બાળકી ને રડતા જોઈ પોલીસકર્મી પોતાની ફરજના કલાકો નહિ પરંતુ પોલીસ તરીકેની  સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા ત્યાં જઈ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી બાળકીને પોલીસ વેનમાં બેસાડી આજુ બાજુના વિસ્તાર માં ફરી મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન કરાવી ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને તેમની ત્રણ વર્ષની બાળકી સુરક્ષિત પરત સોપી સમાજનો ખરો મિત્ર પોલીસ ની વાત સાર્થક કરાતી કામગીરી કરી હતી.  આ ઉત્તમ કરી બાદલ ઈસનપુરના પોલીસ કર્મચારી ઘનશ્યામભાઈ ગઢવી નું આ કાર્ય માનવતાની એક સુંદર મહેક તરીકે પણ ઓળખીશકાય છે. આ સત્કાર્ય કરવા બદલ સલામ છે આવા પોલીસ કર્મચારીને.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણીના છ મતદાન મથકોથી પાર્ટી લઈને બેતુલ પરત ફરી રહેલી બસમાં આગ લાગવાનો બનાવ
Next articleઓસ્ટ્રેલિયા દ્વારા સ્ટુડન્ટ વિઝાનાં નિયમોને કડક બનાવ્યા