(જી.એન.એસ) તા. 23
ગાંધીનગર,
કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 માં કૃષિ ક્ષેત્રને અગ્રતા અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિને ટોચ અગ્રતા આપવા બદલ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનનો આભાર માન્યો છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને ટોચ અગ્રતા આપીને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે પર્યાવરણ, પ્રકૃતિ અને સમગ્ર માનવજાતની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આ નિર્ણયને હું અંતરના ઉમળકાથી આવકારું છું.
મંગળવારે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ચતુર્દિક સમૃદ્ધિ અને સશક્ત વિકાસ માટે ભારત સરકારની નવ પ્રાયોરિટીમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનશીલતા સાથે ઉત્પાદકતામાં વૃદ્ધિને પ્રથમ અગ્રતા ગણાવી હતી. કૃષિમાં પણ પ્રાકૃતિક કૃષિને ભારત સરકારની ટોપ પ્રાયોરિટીમાં મુકતા તેમણે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં ભારતમાં એક કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરાશે. પ્રાકૃતિક કૃષિ પેદાશોની પ્રમાણિકરણ પ્રક્રિયા અને બ્રાન્ડિંગમાં પણ સહયોગ અપાશે. આ માટે ગ્રામ પંચાયતો અને વિજ્ઞાન કેન્દ્રો-વિજ્ઞાન સંસ્થાઓની મદદ લેવાશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, નાણા રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરી અને નાણામંત્રાલયના તમામ અધિકારીઓનો આ અવસરે શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રણામપૂર્વક આભાર માન્યો હતો..
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર ભારત માટે ‘મોડેલ સ્ટેટ’ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આ તબક્કે આભાર માનું છું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ કરી રહેલા 9.50 લાખથી વધુ ખેડૂતોને પણ તેમણે આ અવસરે અભિનંદન પાઠવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.