Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં ભારત ટેક્સ 2025માં ભાગ લેશે

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં ભારત ટેક્સ 2025માં ભાગ લેશે

9
0

120થી વધુ દેશોના નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, પ્રદર્શકો, આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે

(જી.એન.એસ) તા. 15

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (16 ફેબ્રુઆરી) રવિવારના રોજ સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

ભારત ટેક્સ 2025 એક મેગા ગ્લોબલ ઇવેન્ટ, જે 14-17 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે, તે અનોખી છે કારણ કે તે કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો સહિત એક્સેસરીઝ સુધીની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક જ છત નીચે લાવે છે.

ભારત ટેક્સ પ્લેટફોર્મ એ કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને સૌથી વ્યાપક કાર્યક્રમ છે. જેમાં બે સ્થળોએ ફેલાયેલો મેગા એક્સ્પો છે અને સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સહિત વૈશ્વિક સ્તરે એક પરિષદ પણ યોજાશે. તેમાં સ્પેશિયલ ઇનોવેશન અને સ્ટાર્ટ અપ પેવેલિયન દર્શાવતા પ્રદર્શનનો સમાવેશ થશે. તેમાં હેકાથોન આધારિત સ્ટાર્ટઅપ પિચ ફેસ્ટ અને ઇનોવેશન ફેસ્ટ, ટેક ટેન્ક અને ડિઝાઇન પડકારોનો પણ સમાવેશ થશે. જે અગ્રણી રોકાણકારો દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળની તકો પૂરી પાડશે.

ભારત ટેક્સ 2025 નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, 5000થી વધુ પ્રદર્શકો, 120થી વધુ દેશોના 6000 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વિવિધ મુલાકાતીઓને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે. ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન (ITMF), ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (ICAC), યૂરાટેક્સ, ટેક્સટાઇલ એક્સચેન્જ, યુએસ ફેશન ઇન્ડસ્ટ્રી એસોસિએશન (USFIA) સહિત વિશ્વભરના 25થી વધુ અગ્રણી વૈશ્વિક ટેક્સટાઇલ સંસ્થાઓ અને સંગઠનો પણ ભાગ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field