Home દુનિયા - WORLD પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ જી૨૦માં ડિનર દરમિયાન થઈ મુલાકાત

પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ જી૨૦માં ડિનર દરમિયાન થઈ મુલાકાત

45
0

ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-20 ડિનર દરમિયાન બંને નેતા મળ્યા અને એકબીજાનું અભિવાદન કર્યા બાદ થોડો સમય વાત કરી. નોંધનીય છે કે વર્ષ 2020માં ગલવાન ઘર્ષણ બાદ કોઈપણ મંચ પર મોદી અને જિનપિંગની આ પ્રથમ મુલાકાત છે. ગલવાન ઘર્ષણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. ત્યારબાદ ચીનની સાથે સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે. પરંતુ બંને નેતાઓની ઔપચારિક મુલાકાત નહોતી. સાથે તે પણ સામે આવ્યું નથી કે બંને વચ્ચે શું વાત થઈ છે.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે પણ તેમની મુલાકાત બાલીમાં ડિનર દરમિયાન થઈ છે. બંને મળ્યા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. મોદી અને જિનપિંગે એકબીજા સાથે હાથ મિલાવ્યો અને થોડો સમય વાત કરી. આ પહેલા પીએમ મોદીએ જી-20ના મંચ પર ઘણા અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલા સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠનના વાર્ષિક શિખર સંમેલનમાં પણ બંને નેતા આમને-સામને આવ્યા હતા. પરંતુ તે સમયે બંને વચ્ચે કોઈ વાતચીત કે મુલાકાત થઈ નહોતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફ્રિજમાં રાખી મૂકેલા શ્રદ્ધાના માથાં સાથે આફતાબ કરતો હતો આ કામ
Next articleસૌરાષ્ટ્રમાં ભાજપમાંથી વડાપ્રધાન પ્રચાર કરવા મેદાને ઉતરશે,