Home મધ્ય ગુજરાત અમદાવાદ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાઃ- પાયલોટ રાઉન્ડ 2 લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી...

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાઃ- પાયલોટ રાઉન્ડ 2 લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે

16
0

(જી.એન.એસ) તા. 7

ગાંધીનાગર/અમદાવાદ,

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (પીએમઆઈએસ)ની શરૂઆત તાજેતરમાં વર્ષ 2024-25નાં કેન્દ્રીય બજેટમાં થઈ હતી, જેનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં 21થી 24 વર્ષની વચ્ચેનાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરવાનો છે. આ પહેલ 12 મહિનાના સમયગાળા માટે વિવિધ ઉદ્યોગોમાં વાસ્તવિક જીવનના વ્યવસાયિક વાતાવરણના હેન્ડ-ઓન એક્સપોઝર પ્રદાન કરશે. આ યોજનાનો અમલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય  અને ભારતીય કોર્પોરેટ લો સર્વિસ (આઈ.સી.એલ.એસ.)ના તેના અધિકારીઓ  દ્વારા કરવામાં આવી રહ્યો છે.

    પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના હેઠળ મુખ્ય લાભોઃ

વર્તમાન કૌશલ્ય વિકાસ અને એપ્રેન્ટિસશીપ યોજનાઓથી અલગ, પીએમઆઈએસ સ્વતંત્ર રીતે કામ કરે છે, જે અર્થપૂર્ણ ઇન્ટર્નશિપ અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

માસિક સહાય: 12 મહિના માટે દર મહિને રૂ. 5,000.

એક વખતની ગ્રાન્ટઃ આકસ્મિક ખર્ચ માટે રૂ. 6,000.

ટોચની 500 કંપનીઓ તરફથી ઇન્ટર્નશિપનું પ્રમાણપત્ર.
એક્સપોઝર: અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ, મૂલ્યવાન કાર્યનો અનુભવ પૂરો પાડે છે.

પાયલોટ રાઉન્ડ 2 આજની તારીખે  લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે: પ્રાદેશિક નિયામક – ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, અમદાવાદના અધિકારક્ષેત્રમાં આવતા ચાર રાજ્યોની ટોચની કંપનીઓ દ્વારા 25,338 તકો  આપવામાં આવી છે. પાયલોટના રાઉન્ડ 2માં ઓલ ઇન્ડિયા તકો વિવિધ ક્ષેત્રોમાં 1.10 લાખથી  વધુ છે.

ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન (આઇઇસી) મુખ્ય વિશેષતાઓ – ગુજરાત

પીએમઆઈએસ એક નવી યોજના હોવાથી પ્રાદેશિક નિયામક દ્વારા ચાર રાજ્યોમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રાદેશિક નિયામક શ્રી એમ કે સાહુ (આઈ.સી.એલ.એસ.) ના નેતૃત્વ હેઠળ યુવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એલ.જે. યુનિવર્સિટી અમદાવાદ દ્વારા 07.03.2025ના રોજ આઈઈસી અભિયાન અંતર્ગત નવીનતમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 650 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રીઝીનલ ડિરેક્ટરેટના નાયબ નિયામક અને પીએમઆઈએસ માટે પ્રાદેશિક નોડલ અધિકારી સુશ્રી અંકિતા લાહોટીએ (આઈ.સી.એલ.એસ.) એ  માહિતી આપી હતી કે યુવાનોને પીએમઆઈએસથી લાભ મળી શકે તે માટે સંભવિત ઉમેદવારો સુધી પહોંચવા માટે ચાર રાજ્યોમાં 16થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ કાર્યક્રમોમાં 5,200થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 50 ટકાથી વધુ ઉપસ્થિતોએ પીએમઆઈએસ માટે નોંધણી કરાવવા માટે રસ દાખવ્યો હતો.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અને મહેસાણામાં યુવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કંપનીઝ-ગુજરાતના રજિસ્ટ્રાર શ્રી કીર્તિ થેજ (આઈ.સી.એલ.એસ. તથા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ-ગુજરાત, શ્રી નિમેષ રાઠોડ, સીઆઈઆઈ, શ્રી અમિત ભાવસાર, ફિક્કી અને રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી હતી.

સુશ્રી અંકિતા લાહોટી (આઈ.સી.એલ.એસ.) એ અમને વધુમાં માહિતી આપી હતી કે, પીએમઆઈએસના વ્યાપક પહોંચ માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં પ્રાદેશિક નિદેશાલય- ઉત્તર પશ્ચિમ દ્વારા 28 ફેબ્રુઆરી, 2025  ના રોજ “પ્રાદેશિક પીએમઆઈએસ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે ગુજરાત રાજ્ય સહિત ચારેય રાજ્યોની દરેક આઈટીઆઈ, પોલીટેકનિક અને ગ્રેજ્યુએશન કોલેજમાં પીએમ ઈન્ટર્નશીપ સ્કીમ અંગે સેમિનારો યોજાયા હતા. આશરે 3,998 આઇટીઆઇ, પોલિટેકનિક કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શાળાઓ /કોલેજોએ તેમના પરિસરમાં પીએમઆઇએસ દિવસની ઉજવણી કરી હતી.  પીએમઆઈએસ દિવસની ઉજવણીમાં 85,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને લગભગ 2000 વિદ્યાર્થીઓએ સ્થળ પર જ નોંધણી કરાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field