Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

પ્રધાનમંત્રીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

8
0

(જી. એન. એસ) તા. 21

કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-“ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” એનાયત કર્યો હતો. ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી. રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ  મિયા અમોર મોટલી, ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકોને અને ભારત અને ડોમિનિકા વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનશે.

આ એવોર્ડ સમારોહ આજે, 20 નવેમ્બર 2024ના રોજ, ગુયાનાના જ્યોર્જટાઉનમાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટના અવસર પર આયોજિત કરાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીને ગુયાનાના ઓર્ડર ઓફ એક્સેલન્સથી સન્માનિત કરવામાં આવ્યા
Next articleભારત એનસીએક્સ 2024નું સત્તાવાર ઉદ્ઘાટન: સમગ્ર ભારતમાં સાયબર સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવી