પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોની એક વીડિયો મીટિંગની અધ્યક્ષતા કરી, જેમાં ભારતના G20 પ્રેસિડન્સીને લગતા પાસાઓ પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રીએ તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે ભારતનું G20 પ્રેસિડન્સી સમગ્ર રાષ્ટ્રનું છે અને દેશની શક્તિઓને દર્શાવવાની અનોખી તક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો સાથેની બેઠકમાં કહ્યું ‘ભારતને મળી G20 ની અધ્યક્ષતા આખા દેશની છે. આ દેશની તાકાત પ્રદર્શિત કરવાનો અવસર છે.” તેમણે કહ્યું કે તેમણે ટીમ વર્ક ના મહત્વ પર ભાર મુક્યો.
સાથે જ G20 ના વિભિન્ન કાર્યક્રમોના આયોજનમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સહયોગ મળ્યો. પ્રધાનમંત્રીએ ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને વિવિધ G20 કાર્યક્રમોના સંગઠનમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગની માંગ કરી. તેમણે ધ્યાન દોર્યું હતું કે G20 પ્રેસિડેન્સી પરંપરાગત મોટા મહાનગરોની બહાર ભારતના ભાગોને પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આમ આપણા દેશના દરેક ભાગની વિશિષ્ટતા બહાર આવશે.
ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભારતમાં આવશે અને આંતરરાષ્ટ્રીય મીડિયા વિવિધ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેને હાઇલાઇટ કરતાં, પ્રધાનમંત્રીએ આ તકનો ઉપયોગ કરીને આકર્ષક વ્યવસાય, રોકાણ અને પ્રવાસન સ્થળો તરીકે પોતાને રિબ્રાન્ડ કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના અભિગમ દ્વારા G20 ઈવેન્ટ્સમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
સંખ્યાબંધ રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો અને લેફ્ટનન્ટ ગવર્નરોએ બેઠક દરમિયાન તેમના વિચારો શેર કર્યા, G20 બેઠકોની યોગ્ય રીતે યજમાની કરવા માટે રાજ્યો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ પર ભાર મૂક્યો. આ બેઠકને વિદેશ મંત્રીએ પણ સંબોધિત કરી હતી અને ભારતના G20 શેરપા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
કેમ છે મહત્વ? તે જાણો…પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું કે ભારતની જી-20 અધ્યક્ષતા દરમિયાન ઘણા લોકો ભારત આવશે અને ઇન્ટરનેશનલ મીડિયાનું આપણા દેશ પર ફોકસ રહેશે. તેમણે કહ્યું કે એવામાં કેન્દ્ર શાસિત અને રાજ્યોની પાસે આ અવસરનો લાભ ઉઠાવી પોતાના બિઝનેસ માટે સારી જગ્યા, ઇન્વેસ્ટમેંટ માટે આકર્ષિત કરવા અને ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાની તક થશે. પીએમ મોદીએ દાવો કર્યો કે આ પ્રકારનું આયોજન આપણા દેશના દરેક ભાગની વિશિષ્ટતાઓને દુનિયાની સામે લાવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.