Home ગુજરાત ગાંધીનગર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે ગુજરાતના ટેબ્લોએ હેટ્રીક સર્જીને સતત...

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે ગુજરાતના ટેબ્લોએ હેટ્રીક સર્જીને સતત ત્રણ વર્ષ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં વિજેતા બનીને પ્રાપ્ત કરેલી ટ્રોફી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવી

9
0

(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

* ૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો

* ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો

* ૨૦૨૫માં “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લો દ્વારા સતત ત્રીજી વાર પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં દેશની જનતાની પ્રથમ પસંદ બનતું ગુજરાત

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો દ્વારા નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવતા વિવિધ રાજ્યોના ટેબ્લોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થામેળવીને હેટ્રીક સર્જી છે.

ગુજરાતના ટેબ્લોને ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ એમ સતત ત્રણ વર્ષ દરમિયાન મળેલી વિજેતા ટ્રોફી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. સમગ્ર મંત્રી મંડળે ગુજરાતની આ ગૌરવ સિદ્ધિને વધાવતાં અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા ૨૦૨૩ના ૭૪માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી હતી. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાનશ્રીએ પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

ગત વર્ષ-૨૦૨૪ના ૭૫માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ ૨૦૨૪માં બીજો ક્રમ મેળવ્યો હતો.

આ વર્ષે ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા હતા અને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field