Home દેશ - NATIONAL પ્રજાપતિની પત્ની અને દિકરીને યોગી આદિત્યનાથને મળતા રોકવામાં આવી

પ્રજાપતિની પત્ની અને દિકરીને યોગી આદિત્યનાથને મળતા રોકવામાં આવી

348
0

જી.એન.એસ, તા. ૧ લખનઉ
રેપ કેસમાં જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિનો પરિવાર સોમવારે યોગી આદિત્યનાથ પાસે ન્યાયની અરજ લઈને જનતા દરબાર પહોંચ્યા. જોકે, ગાયત્રીની પત્ની અને બંને દીકરીઓની સીએમ સાથે મુલાકાત ન થઈ શકી. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તેમની મુલાકાત સીએમ સાથે નહી થાય, તેઓ ફરિયાદીઓની જેમ આવતા રહેશે. અમે લોકો ડરમાં જીવી રહ્યા છીએ. એક મહિલાએ ગાયત્રી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ ગાયત્રી પર તેમની દીકરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં 15 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ ગાયત્રીની લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી.
સીએમના 5 કાલિદાસ માર્ગ સ્થિત આવાસ પર પહોંચેલી સપા લીડરની પત્ની અને તેમની બંને દીકરીઓ રડતી રહી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તે પોતાની સાથે લાવેલા પેપર્સ દર્શાવીને ગાયત્રી નિર્દોષ હોવાની વાત કહેતી રહી. સીએમ સાથે મુલાકાત ન થતા દીકરી સુધાએ કહ્યું કે જ્યાં સુધી સીએમ સાથે મુલાકાત નહીં થાય, અમે ત્યાં સુધી અહીં આવતા રહીશું. બંને દીકરીઓ સુધા અને અંકિતાએ જણાવ્યું કે અમે લોકો ડરમાં જીવી રહ્યા છીએ. અમારા પાપા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેની સાબિતીઓ પણ અમારી પાસે છે, પરંતુ અમારી કોઈ સુનાવણી જ નથી થઈ રહી.
લખનઉની કોર્ટે ગાયત્રી પ્રજાપતિને તા. 12મી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા હતા. અગાઉ ગાયત્રી પ્રજાપતિ રેપ કેસમાં જામીન આપનારા પોક્સો કોર્ટના જ્જ ઓમ પ્રકાશ મિશ્રાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તા. 28મી એપ્રિલની રાત્રે હાઈકોર્ટની એડમિનિસ્ટ્રેટિવ કમિટીએ આ કાર્યવાહી કરી હતી. ઓમ પ્રકાશ મિશ્રા તા. 30મી એપ્રિલના રિટાયર થવાના હતા. તે પહેલા આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટની લખનઉ બેન્ચના મુખ્ય ન્યાયધીશે પોતાના આદેશમાં નોંધ્યું હતું, “જે રીતે જજે ગંભીર ગુનાને અવગણીને આરોપીને જામીન આપવામાં ઉતાવળ કરી છે, તેને જોતા તેમની દાનત પર શંકા ઊભી થાય છે. તેઓ તા. 30મી એપ્રિલના નિવૃત્ત થઈ રહ્યા હતા.” જ્જ મિશ્રાએ જામીન આપવા પાછળનો તર્ક આપતા ચુકાદામાં લખ્યું હતું, ” પ્રજાપતિ કેસમાં પીડિતાએ વર્ષ 2014-2016 દરમિયાન રેપની ફરિયાદ કરી ન હતી. એટલે તેમની દાનત પર શંકા ઊભી થાય છે.”
ગેંગરેપના આપી ગાયત્રી, પિન્ટુસિંહ તથા વિકાસ વર્માને જામીન આપી દેવાયા હતા. જેની સામે યુપી સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સરકારે દલીલ આપી હતી કે, આરોપીઓ સામેના તથ્યોને અવગણીને તેમને જામીન આપવામાં આવ્યા છે. જેને ધ્યાને લઈને હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સ્ટે મૂકી દીધો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીબી ભોસલેએ આરોપી ગાયત્રી ઉપરાંત તેના સાગ્રીતો પિન્ટુસિંહ તથા વિકાસ વર્માને કસ્ટડીમાં લેવાના આદેશ આપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશાખીની ઉજવણી માટે 1,400 સિખ પહોંચ્યા પાકિસ્તાન
Next articleપુંછમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ જવાનોના શબને વિકૃત કર્યા