Home ગુજરાત પોષણ માસ-૨૦૨૩ : ગુજરાતના જિલ્લાઓમાં પોષણ માસની વિવિધ સ્વરૂપે ઉજવણી, આહારલક્ષી વિવિધતાને...

પોષણ માસ-૨૦૨૩ : ગુજરાતના જિલ્લાઓમાં પોષણ માસની વિવિધ સ્વરૂપે ઉજવણી, આહારલક્ષી વિવિધતાને પ્રોત્સાહન આપતી અંદાજે ૬પ,૯૬૦ પ્રવૃત્તિઓ યોજાઇ

9
0

(જી.એન.એસ),તા.૦૭

ગાંધીનગર,

પોષણ માસ નિમિત્તે રાજયના તમામ જિલ્લાઓમાં જિલ્લા, તાલુકા અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ વિવિધ આહારલક્ષી વિવિધતાને પ્રોત્સાહન આપતી અંદાજે ૬પ,૯૬૦ પ્રવૃત્તિઓ યોજાઇ હતી. જેમાં સમગ્ર રાજયમાં અંદાજીત પ,પ૦,૭૬૩ બાળકો, વિદ્યાર્થીઓ,  આંગણવાડી કાર્યકરો, અધિકારીઓ સહિત નાગરિકો સહભાગી થયા હતા.

ગુજરાતની એક આગવી સંસ્કૃતિ છે અને તેમાંય તહેવારોનું વિશેષ મહત્વ છે. આવા જ એક તહેવાર જન્માષ્ટમીના ભાગરૂપે સમગ્ર રાજયમાં પોષણ મટકી સાથે જન્માષ્ટમીની ઉજવણીનું ખૂબ જ ઘામઘૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માટલીને મિલેટના દાણા સાથે સુશોભિત કરવામાં આવી છે. ઘણી જગ્યાએ માટલી સુશોભિત કરવાની કિશોરીઓ સાથે સ્પર્ઘા યોજવામાં આવી હતી. સુશોભિત માટલીમાં મિલેટસના લાડું જેવી વિવિઘ વાનગીઓ બનાવી મૂકવામાં આવી હતી. બાળકો, લાભાર્થીઓ અને કાર્યક્રમમાં સહભાગી બનેલ સૌને જન્માષ્ટમીની ઉજવણીની સાથે પોષણક્ષમ આહાર, મિલેટ અને મિલેટના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના ગોરૈયા આંગણવાડીમાં કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ વેદાંતા લિમીટેડના સહયોગથી નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ દ્રારા આંગણવાડી ખાતે પોષણ જાગ્રતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં અતિ ઓછા વજનવાળા બાળકોને પોષણ કીટ આપવામાં આવી તેમજ ઉપસ્થિત વાલીઓને કુપોષણ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પોષણના શપથ લીધા હતા.

કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ગામમાં ICDS અંજાર, વેલસ્પન ફાઉન્ડેશન સંસ્થા (બાયફ) ના સંકલનથી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. લાભાર્થીઓ અને ઉપસ્થિત સહભાગીઓને પોષણ અને મિલેટના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાત કીચન ગાર્ડનનું મહત્વ, કેવી રીતે બનાવી શકાય અને તેના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી. લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ પોષણ શપથ લીઘા હતા.

ભરૂચ જિલ્લામાં લુપિન ફાઉન્ડેશનના માધ્યમથી માંડવાના પ આંગણવાડી કેન્દ્રના બાળકોને રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત બાળ તંદુરસ્તી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ આંગણવાડી તમામ બાળકોને ન્યુટ્રીશન કીટમાં ૨ કિલો  ખજૂર આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ સપ્ટેમ્બર-ર૦ર૩ને ૬ઠ્ઠો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવી રહ્યું છે. આ વર્ષની રાષ્ટ્રીય પોષણ માહની થીમ છે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ છે. તે અનુસાર, આગામી પોષણ માહ ર૦ર૩ દરમિયાન,  માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS), પોષણ ભી પઢાઈ ભી (PBPB), મિશન LiFE (LiFE style for Environment) દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી મારો દેશ (MMMD), આદિવાસી આઘારીત પોષણ સેન્સિટાઇઝેશન, ટેસ્ટ, ટ્રીટ, ટોક – એનિમિયા જેવી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારે વર્લ્ડકપ માટે કે એલ રાહુલની પસંદગીની તરફેણ કરી
Next articleખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી