Home ગુજરાત પોલીસ કર્મચારીના આપઘાતના કેસમાં પોરબંદર SP અને DYSP જૂનાગઢ પહોંચ્યા

પોલીસ કર્મચારીના આપઘાતના કેસમાં પોરબંદર SP અને DYSP જૂનાગઢ પહોંચ્યા

14
0

(GNS),23

જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત પ્રકરણની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હવે તપાસને તેજ કરવામાં આવી છે. પોરબંદર SP જાડેજા સહિત DySP નીલમ ગોસ્વામી સહિતના અધિકારીઓ જૂનાગઢ પહોંચ્યા છે. જ્યાં જૂનાગઢમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં પહોંચીને તપાસ શરુ કરી છે. SP બીયુ જાડેજા અને DySP ગોસ્વામી આપઘાત પ્રકરણમાં આરોપીઓની સંડોવણીને લઈ પૂરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર પહોંચી કેટલીક જરુરી વિગતોને ચકાસી હતી. કંટ્રોલ રુમની વિગતો મેળવવામાં આવી હતી. હાજરી સહિત, પોલીસ ગાડીની વિગતો સહિતની માહિતી પોરબંદર SP અને DySP એ મેળવી હતી. CCTV ના ફુટેજને લઈને પણ વિગતો મેળવવામાં આવી હતી. તપાસ બાદ જૂનાગઢ રેન્જ IG અને સરકારને અહેવાલ મોકલવામાં આવનાર છે. હાઈકોર્ટે પણ પોરબંદર SPને સીધુ મોનિટરીંગ તપાસનુ કરવા માટે કહ્યુ હતુ. જેના બાદ હવે પોરબંદર એસપી પણ તપાસમાં રુબરુ જૂનાગઢ પહોંચ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો સ્પોર્ટ્સ ટીચર દોષિત જાહેર
Next articleરાજ્યમાં અશાંત ધારા મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો