Home દુનિયા - WORLD પોતાને મોટું નુકસાન થતા બચો, PIB ફેક્ટ ચેકનું માધ્યમ વિશે જાણવું લોકો...

પોતાને મોટું નુકસાન થતા બચો, PIB ફેક્ટ ચેકનું માધ્યમ વિશે જાણવું લોકો માટે છે વધારે જરૂરી

85
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર અમુક એવા સંદેશા ફરતા થતા હોય છે. લોકોને આકર્ષક કરે છે. પરંતુ તેમાં કોઈ સત્ય હોય તેવું લાગતું નથી. આવા સંદેશાઓ ઘણી ખોટી માહિતી ફેલાવે છે અને ઘણી વખત લોકોને ફસાઈ પણ લે છે અને તેમની વ્યક્તિગત માહિતી અને નાણાકીય માહિતી શેર કરવાનું કહી ફસાવાનું કાવતરું શરૂ કરે છે. જો PIB ફેક્ટ ચેકનું એક એવું માધ્યમ છે જેના દ્વારા લોકોને નકલી, બનાવટી અને ભ્રામક કે ખોટી જાહેરાતો, માહિતી અને સોશિયલ મીડિયા પોસ્ટની સત્યતાથી વાકેફ કરાવે છે. આ વખતે એક એવો મેસેજ આવ્યો છે કે આ સ્કીમમાં લોકોની ફસાવાનુ કાવતરું થતું હોય તો પણ લોકોને કઈ જ ખબર પડી શકે નહિ. આ મેસેજ પીએમ સ્કીમનો છે આ પીએમ સ્કીમ વિશેના મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવી રહી છે અને તે પણ માત્ર 2 ટકા વ્યાજ પર મળે છે. તેમાં પણ વાર્ષિક વ્યાજ પર 50 ટકા વ્યાજ માફ કરવામાં આવે છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ દ્વારા આ મેસેજની સત્યતા જણાવી છે અને તેના મેસેજમાં લખ્યું છે કે શું તમને પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવી રહી હોવાના મેસેજ પણ મળી રહ્યા છે? પીઆઈબીએ તેનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. જો કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી, તો સોશિયલ મીડિયા યુઝર્સે આવી અફવાઓથી સાવધ રહેવું જોઈએ. ફેક્ટ ચેક બાદ પીઆઈબીએ આ મેસેજને સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા ફેક મેસેજ શેર ન કરવા જણાવ્યું છે અને તે છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ ઉપરાંત, તમે WhatsApp નંબર +918799711259 અથવા ઇમેઇલ: pibfactcheck@gmail.com પર સમાચાર અથવા લિંક અથવા વિડિયો પણ મોકલી શકો છો. અને PIB ફેક્ટ ચેકનું એક એવું માધ્યમથી લોકોને બહુ ફાયદો કરી શકે છે લોકો ખોટી જાહેરાતો થી બચી શકે છે અને પોતાને થતું મોટું નુકશાન થતા બચી શકે છે આવી સ્કીમથી ફસવાથી બચી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field