Home રમત-ગમત Sports પોતાના દેશ માટે સૌથી વધુ T20 મેચ જીતનાર ટોપ-૫માં આવતા ખેલાડીઓમાં વિષે...

પોતાના દેશ માટે સૌથી વધુ T20 મેચ જીતનાર ટોપ-૫માં આવતા ખેલાડીઓમાં વિષે જાણો..

27
0

(જી.એન.એસ),તા.૧૨

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના દેશ તરફથી સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર ખેલાડી છે. અફઘાનિસ્તાન સામેની જીત રોહિતની ખેલાડી તરીકે 100મી T20 જીત હતી. જે એક નવો કીર્તિમાન છે. રોહિત બાદ પોતાના દેશ માટે સૌથી વધુ T20 મેચ જીતનાર ખેલાડી છે શોએબ મલિક. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે 124 T20 મેચ રમી હતી. જેમાં 86 મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે રન મશીન વિરાટ કોહલી છે. કોહલીએ ભારત તરફથી રમતા અત્યારસુધી 115 T20 મેચ રમી છે, જેમાં ભારત 73 મેચમાં વિજેતા બન્યું છે. વિરાટ રોહિત બાદ ભારત તરફથી સૌથી વધુ T20 મેચ જીતનાર બીજો ખેલાડી પણ છે. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝ અને અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી આ યાદીમાં સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. બંનેએ પોત પોતાના દેશ માટે કુલ 70 T20 મેચો જીત છે. પાંચમા ક્રમે ન્યુઝીલેન્ડનો આક્રમક બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ છે. ગુપ્ટિલે ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ 68 T20 મેચો જીતી છે. જ્યારે ઓવરઓલ 68 જીત સાથે ગુપ્ટિલ પાંચમા સ્થાને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનની પ્રથમ શ્રેણીમાં કેપ્ટન તરીકે શાહીન આફ્રિદીની શરૂઆત બહુ સારી રહી નથી
Next articleપાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ મેચ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને ઝટકો