Home Video પેરિસમાં મોંઘવારી મુદ્દે હજારો લોકો સરકાર વિરુદ્ધ ઉતર્યા રસ્તા પર

પેરિસમાં મોંઘવારી મુદ્દે હજારો લોકો સરકાર વિરુદ્ધ ઉતર્યા રસ્તા પર

67
0

સમગ્ર દુનિયામાં વધતી મોંઘવારીને લઈને હાહાકાર મચેલો છે. દુનિયાના અમીર દેશોમાં સામેલ એવા ફ્રાંસ સહિત મોટા ભાગના યૂરોપિય દેશોમાં પણ લોકો સતત વધી રહેલી મોંઘવારીના કારણે પરેશાન છે. વધતી મોંઘવારીના વિરોધમાં રવિવારે હજારો લોકો પેરિસના રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ કે તેલ રિફાઈનરીઓમાં પગાર વધારાની માગને લઈને મહિનાઓ સુધી હડતાળ કરી રહેલા યૂનિયનોએ એક સામૂહિક હડતાળની અપીલ કરી હતી.

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, વામપંથી પાર્ટી લા ફ્રાંસ ઈનસૌમિસના નેતા ઝીન લ્યૂક મેલેનચોને આ વર્ષે સાહિતનો નોબલ પુરસ્કાર વિજેતા એની અર્નાક્સ સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે મંગળવારથી સામાન્ય હડતાળ કરવાની અપીલ કરી છે. તેમણે ભીડને કહ્યું કે, આપ એક એવું અઠવાડીયું જીવવા માટે જઈ રહ્યા છો, જેની સામે બીજૂ કંઈ નથી,અમે જ છીએ જેમણે આ માર્ચની સાથે શરુ કર્યું. મેલેનચોને ચાર યૂનિયનોના સમર્થનનો નિર્ણય કર્યો છે. જેમણે પગાર વધારાની માગને ળઈને મંગળવારે હડતાળ અને વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે.

ફ્રાંસીસ સરકાર દ્વારા અમુક તેલ રિફાઈનરી શ્રમિકોની માગ કરવાના આદેશ બાદ ચાર યૂનિયનોએ હડતાળના અધિકારની રક્ષામાં મદદ કરવા માટે વિરોધ પ્રદર્શનની પણ અપીલ કરી છે. સરકારના આ પગલાથી યૂનિયને પોતાના સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન તરીકે જોઈ રહી છે. જ્યારે બજેટ મંત્રી ગ્રેબિયલ અટ્ટલે કહ્યું કે, વામપંથી સંગઠન હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવાની કોશિશ કરી રહ્યું છે. જે ફ્રાંસના પરમાણુ યંત્રો અને ફ્રાંસીસી તેલ રિફાઈનરીઓમાં ચાલી રહેલી હડતાળો સ્પષ્ટ જાહેર કરે છે. આજનું પ્રદર્શન એવા લોકોની માર્ચ છે, જે દેશના રોકવા માગે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમીનો દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજાયો
Next articleચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની કેદીઓ જેવી હાલતનો વીડીયો થયો વાઈરલ