Home દુનિયા - WORLD પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા

પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા

37
0

પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ નેપાળના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. તેમણે નેપાળના પ્રધાનમંત્રી તરીકે ત્રીજીવાર પદ અને ગોપનિયતાની શપથ લીધી છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ સોમવારે (26 ડિસેમ્બર) સાંજે 4 વાગે પીએમ પદની શપથ અપાવી હતી. 25 ડિસેમ્બરના રોજ રવિવારે સીપીએન-માઓઇસ્ટ સેન્ટરના અધ્યક્ષ પ્રચંડ (68) ને સદનના 169 સભ્યોના સમર્થન પત્ર રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સોંપી દીધા હતા ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેમને નેપાળના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા. ભારે બહુમતથી પ્રધાનમંત્રી નિયુક્ત થવા છતાં પ્રચંડને નેપાળના સંવિધાનના અનુચ્છેદ 76 (4) ના અનુસાર 30 દિવસની અંદર નીચલા સદનમાં વિશ્વાસ મત સાબિત કરવો પડશે.

સંવૈધાનિક વકીલ મોહન આચાર્યના અનુસાર ગઠબંધન સરકારના પ્રધાનમંત્રીએ આ સાબિત કરવું પડશે કે તેમને સદનમાં વિશ્વાસ મત પ્રાપ્ત છે. જો તે સદનમાં વિશ્વાસ મત સાબિત કરવામાં નિષ્ફળ રહે છે તો સરકાર ગઠનની નવી પ્રક્રિયા શરૂ થઇ જશે. પ્રચંડના શપથ લેતાં જ ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં કોઇપણ પક્ષને પૂર્ણ બહુમત ન મળતાં દેશમાં રાજકીય અનિશ્વિતતા સમાપ્ત થઇ ગઇ છે. કેટલા પક્ષોનું મળ્યું છે સમર્થન? તે..જાણો.. પ્રચંડને 275-સભ્યોની પ્રતિનિધિ સભામાં 168 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. જેમાં સીપીએન-યૂએમએલના 78, સીપીએમના 32, આરએસપીના 20, આરપીપીના 14, જેએસપીના 12, જનમતના છ, નાગરિક ઉન્મુક્તિ પાર્ટીના ત્રણ સભ્યો અને 3 અપક્ષ સામેલ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનના ઝેજિયાંગમાં એક જ દિવસમાં કોરોનાના સામે આવ્યા 10 લાખ કેસ!
Next articleરશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું નિવેદન સામે આવ્યુ