Home દુનિયા - WORLD પુડુચેરીમાં એક સમયે હતી ફ્રેન્ચ વસાહત, જે પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં...

પુડુચેરીમાં એક સમયે હતી ફ્રેન્ચ વસાહત, જે પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં છે પ્રખ્યાત

9
0

(GNS),13

વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના અખબાર લેસ ઇકોસને કહ્યું, ‘કોરોના પછી વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, જેમાં ભારત-ફ્રાન્સની ભાગીદારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ પ્રવાસમાં અમારું ધ્યાન આગામી 25 વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનું છે. અમે સૌથી ખરાબ સમયમાં સાથે રહ્યા છીએ, અને અમારો પ્રયાસ અમારી મિત્રતાને વધુ મજબૂત કરવાનો છે. ત્યારે વડાપ્રધાનની ફ્રાંસ મુલાકાત સમયે ભારતના જ એક પ્રદેશ પર ફ્રાંસનું શાસન હતું તેની વાત કરવી અનિવાર્ય બની રહે છે. પુડુચેરી એ દક્ષિણ ભારતમાં એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેને પોંડિચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુંદર સ્થાપત્ય વિશ્વભરમાં પ્રખ્યાત છે. પુડુચેરીમાં, તમે ફ્રેન્ચ ડિઝાઇનમાં બાંધાયેલા ઘણા મકાનો જોશો. આ જ કારણ છે કે તમને પુડુચેરીમાં ફ્રાન્સની ઝલક મળશે. પુડુચેરી એક સમયે ફ્રેન્ચ વસાહત હતી, જે તેની સંસ્કૃતિ અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પુડુચેરી વિશે એવું કહેવામાં આવે છે કે 1673થી, ફ્રેન્ચ લોકોએ અહીં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. ફ્રેન્ચ લોકોને પુડુચેરીમાં તેમના ઘરની જેમ લાગ્યું, તેથી તેઓએ ફ્રેન્ચ સ્થાપત્યને અનુસરીને અહીં મકાનો બનાવવાનું શરૂ કર્યું. આને ધ્યાનમાં રાખીને, પુડુચેરીમાં ફ્રેન્ચ ડિઝાઇનના ઘણા મકાનો હતા અને તે લિટલ ફ્રાંસ તરીકે ઓળખાતું હતું.

પુડુચેરીની કેટલીક રસપ્રદ વાતો છે જેના વિશે તમે કદાચ નહિ જાણતા હોવ… પુડુચેરીમાં મોટા ભાગની ઇમારતો સફેદ રંગની છે જેથી તેને વ્હાઇટ ટાઉન પણ કહેવામાં આવે છે. પુદુચેરીમાં ભગવાન શ્રી ગણેશનું એક પ્રાચીન મંદિર છે. મંદિર પાસે ઉભેલા હાથી લોકો પાસેથી સિક્કાઑ રૂપે દક્ષિણા લ્યે છે જેના બદલે તેઓ તેની સૂંઢથી ભક્તોને આશીર્વાદ આપે છે. વર્ષ 1962થી પહેલા પુડુચેરીમાં ફ્રાંસનું શાસન હતું. 1954માં ફ્રાંસ સરકારે પુડુચેરીમાંથી ફ્રાંસના શાસનનો અંત લઈ આવવા જનમત એકઠો કર્યો હતો. પરંતુ પુડુચેરીને ભારતનો આધિકારિક ભાગ બનવામાં 9 વર્ષ જેટલો લાંબો સમયા લાગ્યો. અને 16 ઓગષ્ટ 1962માં ભારતમાં ભળ્યું. અને આજ કારણે પુડુચેરીમાં 15 ઓગષ્ટ કરતાં 16 ઓગષ્ટે સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. પુડુચેરી સમુદ્ર કિનારે વસેલું એક સુંદર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહી ઘણા બધા સુંદર બીચ છે, અહી વર્ષ દરમ્યાન ઘણા બધા પર્યટકો ફરવા માટે આવે છે. પુડુચેરીમાં કુલ 4 જિલ્લા આવે છે. જેમથી બે જિલ્લા તમિલનાડુથી જોડાયેલા છે અને જ્યારે એક એક જિલ્લો આંધ્ર પ્રદેશ અને કેરલથી જોડાયેલો છે. પુડુચેરીની રાજધાની પુડુચેરી જ છે. પુડુચેરી બંગાળની ખાડીમાં સ્થિત છે અને તેની સીમા તામિલનાડુથી જોડાયેલી છે. પુડુચેરીમાં તામિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી અને ફ્રેંચ ભાષાઓ બોલાય છે. અહિયાં તામિલની સાથે સાથે અંગ્રેજી,ફ્રેંચને પણ આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદી બે દિવસ ફ્રાન્સના પ્રવાસે
Next articleયમુના નદીના જળસ્તરમાં સતત વધારો થતા દિલ્હીની સ્થિતિ વધુ ખરાબ થઈ