Home મધ્ય ગુજરાત અમદાવાદ પી.આર.ટ્રેનીંગ કોલેજ દ્વારા મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ અંતર્ગત અચૂક મતદાન શપથ, સિગ્નેચર અભિયાન...

પી.આર.ટ્રેનીંગ કોલેજ દ્વારા મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ અંતર્ગત અચૂક મતદાન શપથ, સિગ્નેચર અભિયાન તથા મતદાર જાગૃતિ રેલી યોજાઈ

14
0

(જી.એન.એસ) તા. 20

અમદાવાદ,

પ્રથમ વખત મતદાન કરનાર તાલીમાર્થીઓએ 714 નાગરિકોને અવશ્ય મતદાનના શપથ લેવડાવ્યા

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા ચાલી રહેલી મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ અંતર્ગત સરકારી પી.આર.ટ્રેનીંગ કોલેજના પ્રથમ વખત મતદાન કરનાર તાલીમાર્થીઓએ 714 નાગરિકોને અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવ્યા તથા ભવ્ય રેલી કાઢીને અને સિગ્નેચર અભિયાન યોજીને મતદારોને મતદાન કરવા જાગૃત કર્યાં હતા.

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ મદદનીશ નોડલ ઓફિસર ડો.એમ.આર કુરેશી અને શ્રી ડી.એચ.અમીનની ઉપસ્થિતિમાં રાયખડ ખાતે આવેલી પી.આર ટ્રેનીંગ ડી.એલ.એડ કોલેજના પ્રથમવાર મતદાન કરનાર  તાલીમાર્થી ભાઈઓ/બહેનોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા તેમજ 152 તાલીમાર્થીઓએ ભવ્ય રેલી દ્વારા નાગરીકોને અવશ્ય મતદાનનો સંદેશ આપ્યો હતો. રાયખડ વિસ્તારમાં તાલીમાર્થીઓ દ્વારા 714 નાગરિકોને અવશ્ય  કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપીને તા.7 મેના રોજ અવશ્ય મતદાન કરવા પ્રેર્યા હતા. મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ/બહેનોએ મતદાન જાગૃતી સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાયા હતા. કોલેજના આચાર્યશ્રી શ્રી ઝલકબહેન શેઠ અને સમગ્ર સ્ટાફે તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBRTS, AMTS તથા GSRTCની બસોમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ
Next articleઆઈ.પી.એલ 2024 માં હૈદરાબાદે દિલ્હીને 67 રનથી હરાવી, પોઇન્ટ્સ ટેબલ માં બીજા નંબરે આવી ગયું