(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૦
પહેલી વખત કોઇ ભારતીય વડાપ્રધાન ઇઝરાયલ જશે,સંરક્ષણ અને વોટર મેનેજમેન્ટ અગે કરારોની સંભાવના
મેડિસન સ્કવેર ગાર્ડન જેવો નજારો તેલઅવીવમાં યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારના ૩ વર્ષ પુરા થયાની ઉજવણી કર્યા બાદ તરત વિદેશ પ્રવાસોએ ઉપડી જશે. આ મહિનાના અંતમાં તેઓ જર્મની, સ્પેન અને રૂસ જવાના છે. જુનમાં અમેરિકા અને જુલાઇમાં ઈઝરાયલની મુલાકાતે જશે. જયાં સુધી ઇઝરાયલની મુલાકાતનો સવાલ છે ત્યાં સુધી પીએમ મોદીના કાર્યક્રમને હજુ અંતિમ ઓપ નથી અપાયો પરંતુ ચર્ચા છે કે તેઓ ઇઝરાયલમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કરશે એટલે પાટનગર તેલઅવીવમાં મોદીના સ્વાગતમાં એક સમારોહ કરવા વિચાર થઇ રહ્યો છે. કોઇપણ ભારતીય વડાપ્રધાનની આ પહેલી ઇઝરાયલ યાત્રા હશે.
વડાપ્રધાન બન્યા બાદ મોદી જયારે પહેલીવાર અમેરિકા ગયા હતા તો તેમણે મેડીસન સ્કવેર ગાર્ડનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. ઇઝરાયલમાં રહેતા ભારતીય સમુદાયના લોકો પણ મેડીસન સ્કવેર ગાર્ડનની જેમ તેલઅવીવમાં પણ પીએમ મોદીનુ સ્વાગત કરવા માંગે છે. પમી જુલાઇએ આ કાર્યક્રમ યોજાય તેવી શકયતા છે. અગાઉ ભારત સાથે જોડાયેલા સ્થાનિક ઇઝરાયલના નાગરિકો મોદીના સન્માન માટે યોજાનારા કાર્યક્રમને યાદગાર બનાવવા માંગે છે. પીએમ મોદીની ઇઝરાયલ યાત્રા ઐતિહાસિક બની રહેશે. પહેલી વખત ભારતીય પીએમ ઇઝરાયલની ધરતી ઉપર પગ મુકશે.
એક એવુ અનુમાન છે કે તેલઅવીવમાં આ સમારોહમાં ૭૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. રોકાસ બોએવાડમાં આવેલા કર્ન્વેશન સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાય શકે છે. એવી પણ ચર્ચા છે કે પીએમ મોદી અમેરિકા જઇ રહ્યા છે તો ટેકસાસ શહેરમાં મેડીસન સ્કવેર ગાર્ડનની જેમ સ્વાગત સમારોહ યોજાશે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમની આ પહેલી અમેરિકા યાત્રા હશે. મોદીની ઇઝરાયલ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદો થવાની શકયતા છે. કૃષિ અને પાણીના મેનેજમેન્ટ અંગે પણ કરારો થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.