Home દેશ - NATIONAL પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકના બેલાગવીમાં પોતાના સંબોધનમાં પીએમએ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન...

પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકના બેલાગવીમાં પોતાના સંબોધનમાં પીએમએ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

12
0

(જી.એન.એસ),તા.૨૯

કર્ણાટક,

લોકસભાની આ વખતની ચૂંટણીમાં 400 બેઠક પ્રાપ્ત કરવાના મિશન સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરેલી ભાજપ, ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. પાર્ટીના તમામ મોટા નેતાઓ આજકાલના દિવસોમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યો પર ઘણું વધારે ફોકસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રવિવારે પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે કર્ણાટક પહોંચ્યા હતા. કર્ણાટકમાં પીએમ મોદી સૌથી પહેલા બેલાગવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક સભાને સંબોધી હતી. આ દરમિયાન હંમેશાની જેમ પીએમ કોંગ્રેસને લઈને ખૂબ જ આક્રમક દેખાતા હતા. પોતાના સંબોધનમાં પીએમએ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કર્ણાટક રાજ્યની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર માત્ર તુષ્ટિકરણને પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. કોંગ્રેસને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે બેંગલુરુ કેફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને ગંભીરતાથી લીધો નથી.

પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારને આપણા રાજાઓ અને સમ્રાટોના યોગદાન યાદ નથી. તેમણે કહ્યું કે આ લોકો વોટ બેંકની રાજનીતિ માટે રાજાઓ અને બાદશાહો વિરુદ્ધ બોલે છે પરંતુ નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની તેમની હિંમત નથી. રાજકુમાર કહે છે કે, ભારતના રાજા મહારાજા ગરીબોની જમીન છીનવી લેતા હતા. કૉંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી. જેણે આપણા સેંકડો મંદિરોને તોડ્યા અને અપવિત્ર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે વોટ માટે PFI નો ઉપયોગ કર્યો છે, જે આતંકવાદને આશ્રય આપનાર દેશ વિરોધી સંગઠન છે, જેના પર મોદી સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કોંગ્રેસ તે સંગઠનનો બચાવ કરી રહી છે જેથી તે વાયનાડ બેઠક જીતી શકે. PM એ કહ્યું કે કોંગ્રેસ PFI આતંકવાદી સંગઠનને માત્ર એક સીટ માટે બચાવી રહી છે. પીએમે કહ્યું કે કોંગ્રેસ ઈવીએમના બહાને દેશને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે. કોર્ટે આ તમામને જોરદાર ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને ખતમ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસના લોકો માનસિક રીતે અંગ્રેજીની ગુલામીમાં જીવી રહ્યા છે. કોંગ્રેસ દેશના હિતથી અત્યાર સુધી દૂર થઈ ગઈ છે અને પરિવારના હિતમાં ફસાઈ ગઈ છે. આ સાથે પીએમ મોદીએ તેમની સરકારના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં જ્યાં પણ ગયા ત્યાં એક જ અવાજ સંભળાયો, ફરી એકવાર મોદી સરકાર. PMએ કહ્યું કે ભારત છેલ્લા 10 વર્ષમાં શક્તિશાળી બન્યું છે. ભારત લોકશાહીની માતા તરીકે ઓળખાવા લાગ્યું છે. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જ્યારે દેશ પ્રગતિ કરે છે ત્યારે દરેક ભારતીય ખુશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાતે 173 કિલો માદક પદાર્થ વહન કરતી ભારતીય ફિશિંગ બોટ જપ્ત કરી; બે ક્રૂ સભ્યોની ધરપકડ
Next articleદમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો, સાથે દમણના પ્રશાસકને આડે હાથ લીધા